Home મધ્ય ગુજરાત અમદાવાદ રાજ્યમાં આ સપ્તાહના અંત સુધીમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું હશે

રાજ્યમાં આ સપ્તાહના અંત સુધીમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું હશે

20
0

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ/સુરત/પોરબંદર,

ગુજરાતમાં આ સપ્તાહના અંત સુધીમાં પૂરે પુરી રીતે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું હશે, અનેક સ્થાનો પર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આ સપ્તાહના મધ્યમાં ઠેર-ઠેર હળવો વરસાદ જોવા મળ્યો છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદનું અનુમાન છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ભાવનગરના પાલિતાણામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે ગાજવીજ સાથે વરસી વરસાદ શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે-બે જિલ્લામાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી, દમણ, છોટા ઉદેપુર દાહોદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. જામનગરમાં  ખાવડી, પડાણા અને ચેલા વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો. વરસાદી માહોલ જામતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું. ખેડૂતો હંમેશા વરસાદની રાહ જોતા હોય છે. ત્યારે મેઘરાજાએ સમયસર પધરામણી કરતા તેમના આનંદમાં વધારો થયો છે. જામનગર ઉપરાંત  ડાંગ જિલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો. ડાંગમા સતત ચોથા દિવસે વરસાદ પડ્યો. મોટાભાગે બપોર બાદ વરસાદનું આગમન થયું. વઘઇ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદ જોવા મળ્યો.

ભાવનગરના સેદરડા ગામમાં ધમધોકાર વરસાદ ખાબક્યો છે.  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. સેદરડા ગામની નદી બેકાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. ગામની નદીમાં પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગીર સોમનાથ જિલ્લામાં 3.5 ની તીવ્રતાનો આંચકો 
Next articleસુરેન્દ્રનગરના દસાડામાં ગમખ્વાર અકસ્માત, એક દંપતી નું મોત