Home ગુજરાત ઉત્તર ગુજરાત ભરૂચમાં પત્નીને ડરાવવા નકલી સસ્પેન્શન લેટર બનાવનાર કોન્સ્ટેબલની ધરપકડ

ભરૂચમાં પત્નીને ડરાવવા નકલી સસ્પેન્શન લેટર બનાવનાર કોન્સ્ટેબલની ધરપકડ

28
0

(જી.એન.એસ) તા. 15

ભરૂચ,

ભરૂચમાં પોલીસકર્મી મહેશ સોલંકીએ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સહી કરી પોતાનો જ બોગસ સસ્પેન્શન હુકમ બનાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચના હેડ ક્વાર્ટર ખાતે રહેતા અને લોકરક્ષક પોલીસ કર્મી તરીકે ફરજ નિભાવનારે પોતાની પત્નીને ડરાવવા માટે એસપીના સહી વાળો બોગસ સસ્પેન્ડ લેટર બનાવી પત્નીને સાચા તરીકે મોકલી ગુનો કર્યો હોવાનો ભાંડો ફુટ્યો હતો. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં નકલી લેટર બનાવનાર પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કરી તેને સસ્પેન્ડ કરવાની કવાયત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી ગઈ છે.

આ મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સામે આઇપીસીની કલમ 465,468,471,201 મુજબ ગુનો દાખલ કરી લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ભરૂચમાં સિનિયર ક્લાર્ક પોલીસ અધિક્ષક કચેરી કાળી તલાવડીમાં ફરજ નિભાવતા કે.ડી પટેલે ભરૂચ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, 14/6/2024 થી લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ મહેશકુમાર અરશીભાઈ સોલંકી બકલ નંબર 0276 વિરુદ્ધની પ્રાથમિક તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભરૂચની કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે. અને મહેશ સોલંકીને તેમની ફરજ ઉપર ફાળવેલ કોમ્પ્યુટર પર તારીખ 2 /6/2024 ના રોજ મહેશ સોલંકીએ જાતે કોમ્પ્યુટરઈઝડ કરી પ્રિન્ટ કાઢી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના હોદ્દા નીચે મયુર ચાવડા પોલીસ સુપ્રીન્ટેડની સહી કરી હતી. અને પોતાના મોબાઈલમાંથી તેની પત્ની પીન્ટુબેન હરિભાઈ ગોહિલ કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેની સાથે ઝઘડો થતો હોવાના કારણે તેણીને ડરાવવા માટે ભરૂચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીએ પોતે સસ્પેન્ડ થયેલો હોય તેવું બતાવવા માટે પોલીસ અધિક્ષકની ખોટી સહી વાળો ખોટો હુકમ સસ્પેન્ડ પત્ર તૈયાર કરી પીડીએફ બનાવી પત્નીના મોબાઈલ નંબર ઉપર સાચા તરીકે મોકલી ગુનો કર્યો હોવાની કબુલાત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતને હાઈ સ્પીડ રેલ્વે દ્વારા યુરોપ સાથે સીધું જોડવા માટે સહમતિ બની
Next articleમાર્ગ અને મકાન વિભાગે સ્ટેટ હાઈવેનું ચારમાર્ગીયકરણ ચાલી રહ્યું હોવાને કારણે હરસોલ થી ઉજેડીયા સુધીના સ્ટેટ હાઈવેની અવરજવર બંધ