Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ઝવેરી ગ્રુપના 12થી વધુ ઠેકાણે ઈન્ક્મટેક્સ વિભાગના દરોડા

અમદાવાદમાં ઝવેરી ગ્રુપના 12થી વધુ ઠેકાણે ઈન્ક્મટેક્સ વિભાગના દરોડા

22
0

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, ઝવેરી ગ્રુપ ને ત્યાં દરોડા પડતા શહેર અને રાજ્યના મોટા વેપારીઓમાં ચકચાર મચી છે. ઈન્ક્મટેક્સ વિભાગે ઝવેરી ગ્રુપના અલગ અલગ 12 થી વધુ ઠેકાણે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ દરોડામાં 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા છે. તે સિવાય આ ગ્રુપ દ્વારા જમીન અને મિલકતોમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હોવાનું જણાયું છે. તે સિવાય લક્ઝુરિયસ ફ્લેટોની સ્કિમોમાં કાળા નાણાની હેરફેર કરવામાં આવી હોવાનું પણ કહેવાય છે. ઈન્ક્મટેક્સ વિભાગ દ્વારા જમીનોના દસ્તાવેજો, રજા ચિઠ્ઠી, કાચી એન્ટ્રીની ડાયરીઓ મળી આવી છે. તે સિવાય વિવિધ વ્યવહારોની નોંધ વાળા ડિજીટલ પુરાવા પણ અધિકારીઓએ કબજે કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંબાલા રેલવે સ્ટેશન પર આતંકી હુમલાની ધમકી આપતો પત્ર મળ્યો
Next articleકર્ણાટકની સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી