Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ભારતીય સેનાને તેનું પ્રથમ સ્વદેશી મેન-પોર્ટેબલ સુસાઇડ દ્રોન મળ્યું

ભારતીય સેનાને તેનું પ્રથમ સ્વદેશી મેન-પોર્ટેબલ સુસાઇડ દ્રોન મળ્યું

33
0

(જી.એન.એસ) તા. 15

નવી દિલ્હી,

ભારતીય સેના હવે વધુ તાકત્વર થઈ ગઈ છે, કેમ કે સેનાને તેનું પ્રથમ સ્વદેશી મેન-પોર્ટેબલ સુસાઇડ દ્રોન મળ્યું છે. આ ડ્રોનથી ભારતીય સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂક્યા વિના દુશ્મનને નિશાન બનાવી તેમણે ખતમ કરી શકશે. આ ડ્રોન દુશ્મનના ટ્રેનિંગ કેમ્પ, લોન્ચ પેડ્સ અને ઘૂસણખોરોને ચોક્કસ રીતે નિશાન બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આ નાગાસ્ત્ર 1 લોઇટરિંગ મ્યુનિશનની પ્રથમ બેચ, જેને Suicide drone તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય સેનાએ ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ પાવરનો ઉપયોગ કરીને ડ્રોનનો ઓર્ડર આપ્યો હતો. આ સુસાઇડ દ્રોન બંને પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનની સરહદો પર દેખરેખ દરમિયાન તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે મંગાવવામાં આવ્યા છે. જો આ drone ની ખાસિયતો પર નજર કરીએ તો તે ઊંચાઈવાળા વિસ્તારોમાં કામ કરી શકે છે. ઇકોનોમિક એક્સપ્લોસિવ્સ લિમિટેડ (ઇઇએલ) દ્વારા ભારતમાં સંપૂર્ણ રીતે ડિઝાઇન કરાયેલ આ drone નિશાનાને સરળતાથી ભેદી શકે છે. જીપીએસ ટેક્નોલોજીથી સજ્જ આ ડ્રોન 2 મીટરની ચોકસાઈ સાથે લગભગ 30 કિમીની રેન્જમાં લક્ષ્યને માત આપી શકે છે. આ ડ્રોનમાં ઓછો અવાજ અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન છે જે તેને સાયલન્ટ કિલર બનાવે છે. આ ડ્રોનની બીજી વિશેષ વિશેષતા એ છે કે તે પેરાશૂટ રિકવરી મિકેનિઝમ પર પણ કામ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને યોજાઈ
Next articleઅંબાલા રેલવે સ્ટેશન પર આતંકી હુમલાની ધમકી આપતો પત્ર મળ્યો