Home મનોરંજન - Entertainment તમિલ અભિનેતા પ્રદીપ કે. વિજયનનું નિધન

તમિલ અભિનેતા પ્રદીપ કે. વિજયનનું નિધન

102
0

(જી.એન.એસ) તા. 14

ચેન્નઈ,

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં અભિનેતા પ્રદીપ કે. વિજયનનું આકસ્મિક નિધન થયું છે. મળતી માહિતી મુજબ, પ્રદીપ કે વિજયન ચેન્નાઈમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતાના આકસ્મિક નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રદીપ કે વિજયનના નિધનથી દરેક લોકો દુખી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.  45 વર્ષીય અભિનેતાને હાર્ટ એટેક આવ્યો છે કે અન્ય કારણથી તેમનુ મોત નિપજ્યું છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

અભિનેતા પ્રદીપ કે વિજયનને શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવતા હતા. જોકે તેમનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે હજુ સુધી માહિતી મળી નથી. તે જ સમયે, હવે પ્રદીપ તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. અભિનેતા પ્રદીપ કે વિજયન ‘થેગીડી’માં ભજવેલા પાત્ર માટે ખૂબ જ લોકપ્રિય હતા. જ્યારે મિત્રોએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અભિનેતાએ જવાબ આપ્યો ન હતો. આ પછી પ્રદીપના મિત્રોએ પોલીસને જાણ કરી અને પોલીસ અભિનેતાના ઘરે ગઈ. જ્યારે પોલીસે તેના ઘરનો દરવાજો તોડ્યો તો પ્રદીપ તેના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રદીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોયાપેટ્ટાહ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયોગ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગ્રામ ભારતી અલુઆ ખાતે “યોગ ફોર વુમન એમ્પાવરમેન્ટ” વિષય અંગે માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો
Next articleદિલ્હી એલજી વી સક્સેનાએ અરુંધતી રોય સામે 2010 માં એક કાર્યક્રમમાં ‘ઉશ્કેરણીજનક’ ભાષણ માટે યુએપીએ હેઠળ કાર્યવાહીની મંજૂરી આપી