Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી જી7 શિખર સંમેલન દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

જી7 શિખર સંમેલન દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

47
0

(જી.એન.એસ) તા. 14

અપુલિયા,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રેંચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોને, ઇટાલીના અપુલિયામાં જી7 શિખર સંમેલનની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. PMએ સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો.

બંને નેતાઓએ ‘હોરાઇઝન 2047’ રોડમેપ અને ઇન્ડો-પેસિફિક રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. ચર્ચાઓમાં સંરક્ષણ, પરમાણુ, અવકાશ, શિક્ષણ, ક્લાઈમેટ એક્શન, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને રાષ્ટ્રીય સંગ્રહાલય ભાગીદારી જેવી સાંસ્કૃતિક પહેલ અને લોકો-થી-લોકોના સંબંધો વધારવામાં સહયોગનો સમાવેશ થાય છે. તેઓ ‘મેક ઇન ઈન્ડિયા’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગને વધુ તીવ્ર બનાવવા સંમત થયા હતા.

2025માં ફ્રાન્સમાં આયોજિત થનારી આગામી એઆઈ સમિટ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદના સંદર્ભમાં નજીકથી કામ કરતી વખતે તેઓ એઆઈ, નિર્ણાયક અને ઉભરતી તકનીકો, ઉર્જા અને રમતગમતના ક્ષેત્રોમાં સહકારને વિસ્તારવા માટે પણ સંમત થયા હતા.

બંને નેતાઓએ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે મજબૂત અને વિશ્વાસપાત્ર વ્યૂહાત્મક ભાગીદારી સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે નિર્ણાયક છે અને તેને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવા માટે નજીકથી કામ કરવા સંમત થયા હતા.

પ્રધાનમંત્રીએ આગામી પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ માટે રાષ્ટ્રપતિ મેક્રોનને શુભેચ્છાઓ પાઠવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેપાળમાં ભારે વરસાદે તબાહી મચાવી; 4 લોકોના મોત, 100થી વધુ લોકો ઘર વિહોણા
Next article76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું નિર્માણ, 1 લાખ 56 હજારથી વધુ લોકોનું સ્થળાંતર