Home મનોરંજન - Entertainment ટી20 વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનનો 10 વર્ષ જૂનો રેકોર્ડ અર્શદીપ સિંહે તોડ્યો

ટી20 વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનનો 10 વર્ષ જૂનો રેકોર્ડ અર્શદીપ સિંહે તોડ્યો

94
0

(જી.એન.એસ) તા. 14

ન્યુયોર્ક,

12 જૂનના રોજ ટીમ ઈન્ડિયાએ નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ન્યૂયોર્ક ખાતે સંયુક્ત યજમાન યુએસએ સામે રમાયેલી મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહનું ખૂબ સારું પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ભારતના પક્ષમાં રહ્યો હતો. ભારતીય ટીમે અમેરિકાને 20 ઓવરમાં 110ના સ્કોર પર રોકી દીધું હતું. અર્શદીપ સિંહે તેની 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેની સાથે તેણે ટી20 વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિનનો 10 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.

ટી20 વર્લ્ડ કપ મેચમાં ભારતના શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન

અર્શદીપ સિંહ – 9 રનમાં 4 વિકેટ (યુએસએ વિરુદ્ધ, વર્ષ -2024)

રવિચંદ્રન અશ્વિન – 11 રનમાં 4 વિકેટ (વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા- 2014)

હરભજન સિંહ – 12 રનમાં 4 વિકેટ (વિ. ઈંગ્લેન્ડ- 2012)

આરપી સિંહ – 13 રનમાં 4 વિકેટ (વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા-2007)

ઝહીર ખાન – 19 રનમાં 4 વિકેટ (આયર્લેન્ડ વિરુદ્ધ- 2009)

પ્રજ્ઞાન ઓઝા – 21 રનમાં 4 વિકેટ (વિ. બાંગ્લાદેશ- 2009)

ભારતીય બોલર અર્શદીપ સિંહે આ મેચમાં પોતાની પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી જેમાં સાયાન જહાંગીર અને એન્ડ્રીસ ગોસની વિકેટ સામેલ હતી. અર્શદીપે નીતિશ કુમાર અને હરમીત સિંહના રૂપમાં આગામી બે શિકાર બનાવ્યા. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતીય ખેલાડી દ્વારા એક મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ હવે અર્શદીપ સિંહના નામે નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે હતો, જેણે 2014 ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મીરપુર મેદાન પર રમાયેલી મેચમાં 11 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં અર્શદીપ સિંહને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડેનમાર્કની ફૂડ ઓથોરિટીએ દક્ષિણ કોરિયામાં બનેલા 3 પ્રકારના સ્પેશિયલ નૂડલ્સ પર મૂક્યો પ્રતિબંધ
Next articleઆજ નું પંચાંગ (15/06/2024)