Home ગુજરાત ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર અને અધિકારી લાંચ લેતા એસીબી દ્વારા...

બનાસકાંઠામાં નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર અને અધિકારી લાંચ લેતા એસીબી દ્વારા અટક કરવામાં આવી

28
0

(જી.એન.એસ) તા. 14

બનાસકાંઠા,

રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) છેલ્લા ઘણા દિવસોથી ફૂલ એક્શનમાં કામ કરી રહી હોય તેવો કિસ્સાઓ સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યા છે ત્યારે, બનાસકાંઠામાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરીમાં રહેવા માટે 45 હજારની લાંચ લેતા નારી સંરક્ષણ કેન્દ્રની મહિલા મેનેજર તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ અટક કરવામાં આવી હતી.

આ કેસના ફરિયાદીના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠામાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરીમાં રહેવું હોવાથી તેમણે બનાસકાંઠાના પાલનપુર સ્થિત જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી નરેશ વી.મેણાત અને નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર (કરાર આધારિત) આશાબેન પી.નાયકનો સંપર્ક સાંધ્યો હતો. જેમાં બન્ને જણાએ ફરિયાદીના પતિને કરાર આધારિત નોકરીમાં રાખવા માટે  ત્રણ મહિનાનો પગાર રૂ.45,000ની લાંચની માંગણી કરી હતી.

જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ પાલનપુર સ્થિત નારી સંરક્ષણ કેન્દ્રમાં જાળ બિછાવીને મહિલા મેનેજર આશાબેન નાયકની 45,000 રૂપિયાની લાંચ લેતા અટક કરી હતી. ઉપરાંત આ કેસમાં મદદગારી કરનારા નરેશ મેણાતની પણ અટક કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હી એલજી વી સક્સેનાએ અરુંધતી રોય સામે 2010 માં એક કાર્યક્રમમાં ‘ઉશ્કેરણીજનક’ ભાષણ માટે યુએપીએ હેઠળ કાર્યવાહીની મંજૂરી આપી
Next articleડીઆરડીઓ એ એઆઈ ની શક્તિનું અનાવરણ કર્યું