Home અન્ય રાજ્ય આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ભયંકર ગંભીર માર્ગ અકસ્માત; 6 લોકોના મત

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ભયંકર ગંભીર માર્ગ અકસ્માત; 6 લોકોના મત

18
0

(જી.એન.એસ) તા. 14

અમરાવતી,

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં એક ભયંકર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક કન્ટેનર અને મિની ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ ઘટના બાબતે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી. બંને વાહનોના ચાલકો અને ત્રણ અન્ય લોકોની ઘટનાસ્થળે જ મોત થઇ ગઈ જ્યારે એક અન્યને હોસ્પિટલમાં લઈ જતા મોત થયું હતું. અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના સમયે એક વાહનમાં 10 લોકો સવાર હતા જ્યારે બીજા વાહનમાં એક ચાલક અને એક સહાયક બેઠો હતો. ઘટનાની તપાસ ચાલુ છે.

મછલીપટ્ટમના ડીએસપી સુભાનીએ કહ્યું કે, “લાકડીઓ લઈ જતા ટ્રેક્ટરને ઓવરટેક કરતા સમયે મિની ટ્રક કન્ટેનર સાથે અથડાયો હતો. પાંચ લોકોની ઘટનાસ્થળે જ મોત થઇ ગયા જ્યારે અન્ય હોસ્પિટલ લઇ જતા મૃત્યુ પામ્યા હતા. વિસ્તૃત જાણકારી હજુ પ્રાપ્ત થઇ નથી. આ અકસ્માત બાદનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે મિની ટ્રક અને કન્ટેનર બંનેનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. અકસ્માતનું કારણ મિની ટ્રકના ચાલકની બેદરકારી અથવા ઉતાબળ હોવાનું માનવામાં આવે છે. અહીં એક ટ્રેક્ટર લાકડાઓ લઈને જઈ રહ્યું હતું. આ ટ્રેક્ટરને ઓવરટેક કરવા માટે મિની ટ્રકના ચાલકે પોતાનું વાહન સામેની લેનમાં મુક્યું હતું, પરંતુ સામેથી આવતા કન્ટેનર પર ધ્યાન આપ્યું નહતું. તે સમયસર ટ્રેક્ટરને ઓવરટેક કરી શક્યો નહતો. આવી સ્થિતિમાં મિની ટ્રક સામેથી આવતા કન્ટેનર સાથે અથડાઈ હતી. જોરદાર ઝડપે ટક્કર થઇ હતી. જેના કારણે અકસ્માતનો ભોગ બનેલા 12 લોકોમાંથી છ ના મોત થયા છે અને અન્ય ગંભીર રીતે ઘાયલ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું મહારાષ્ટ્રની સરકારમાં ફેરફાર ના છે એંધાણ..?
Next articleકર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પાની તકલીફોમાં થઈ શકે છે વધારો