(જી.એન.એસ) તા. 12
યમન,
યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (આઈઓએમ) ના એહવાલ મુજબ હોર્ન ઓફ આફ્રિકાથી યમન તરફ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જવન કારણે 49 લોકોના મોત થયા હતા અને 140 લોકો ગુમ થઈ ગયા હતા.
આ બોટ પલટી જવાની ઘટનામાં મળતી માહિતી મુજબ બોટમાં લગભગ 260 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇથોપિયા અને સોમાલિયાના હતા. તે બધાએ સોમાલિયાના ઉત્તરી દરિયાકાંઠેથી નીકળીને એડનના અખાતને પાર કરીને યમન પહોંચ્યા હતા. તેનું અંતર લગભગ 320 કિમી હોવાનું કહેવાય છે. હોર્ન ઓફ આફ્રિકા અને પૂર્વ આફ્રિકાના શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને સાઉદી અરેબિયા અને આ ક્ષેત્રના અન્ય આરબ દેશો સુધી પહોંચવા માટે યમન દ્વારા જોખમી મુસાફરીનો સામનો કરવો પડે છે.
એક નિવેદનમાં યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશને કહ્યું હતું કે 71 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 8ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ સિવાય મૃતકોમાં 6 બાળકો અને 31 મહિલાઓનો સમાવેશ થાય છે. આ પહેલા એપ્રિલમાં 62 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બે જહાજો જિબુટીના કિનારે યમન પહોંચવાનો પ્રયાસ કરતી વખતે ડૂબી ગયા હતા, વધુમાં જણાવ્યું હતું કે આ માર્ગ પર ઓછામાં ઓછા 1,860 લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા, જેમાં 480 લોકો ડૂબી ગયા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ, યમનમાં લગભગ એક દાયકાથી ચાલેલા યુદ્ધની વિનાશક અસરો છતાં વધુ શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ આ માર્ગ અપનાવી રહ્યા છે.છેલ્લા ઘણા મહિનાઓથી ઈરાન સમર્થિત હુથિઓ એડનની ખાડીમાં વ્યાપારી અને લશ્કરી જહાજો પર હુમલો કરી રહ્યા છે. અહેવાલ મુજબ ઇઝરાયેલને ગાઝા પર યુદ્ધ સમાપ્ત કરવાની માંગ કરી છે. તેના જવાબમાં, અમેરિકા અને યુનાઇટેડ કિંગ્ડમે આંતરરાષ્ટ્રીય હિતોના રક્ષણના પ્રયાસમાં યમન પર હવાઈ હુમલા કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.