Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું

20
0

(જી.એન.એસ) તા. 12

લખનૌ,

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા કરહાલ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે સાથેજ તેમણે યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. હવે કરહલ વિધાનસભા પર પેટાચૂંટણી યોજાશે. તેમના રાજીનામાની નકલ વિધાનસભા કાર્યાલયને પહોંચાડવામાં આવી છે.

અખિલેશ યાદવ કન્નૌજ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટાયા છે જ્યારે 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ મૈનપુરી જિલ્લાના કરહાલ વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા. હાલમાં તેમની પાસે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી હતી. યુપીમાં લોકસભાની 80 બેઠકોમાંથી સપા 37 બેઠકો જીતીને લોકસભામાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રી નીતિન ગડકરીએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીનો કાર્યભાર સંભાળ્યો
Next articleઆંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ટીડીપી સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ