(જી.એન.એસ) તા. 12
વડોદરા,
વડોદરા શહેર પાસેના રણોલી રેલવે યાર્ડમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં એક ટ્રકનું ડ્રાઇવર કેબીન આગની લપેટમાં આવી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઇને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલીક લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. વડોદરા પાસે રણોલી રેલવે યાર્ડ આવેલું છે. આજે સવારે અહિંયા ટ્રકમાંથી માલ-સામાન અનલોડ કરવામાં આવી રહ્યો હતો. કામકાજ શાંતિ પૂર્વક ચાલી રહ્યું હતું, દરમિયાન ટ્રકના ડ્રાઇવર કેબિનમાં આગ લાગી હતી. આગ જોત જોતામાં પ્રસરી જતા આખુ ડ્રાઇવર કેબિન ચપેટમાં આવી ગયું હતું. આગ લાગવાને કારણે સ્થળ પર ભારે દોડધામ અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તેવામાં વડોદરા ફાયર બ્રિગેડને જાણ થતા જ લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે ફાયરના જવાનો દ્વારા ઘટના સ્થળપર સમયસર પહોંચી ગઈ હતી અને આગને વધુ પ્રસરતા અટકાવવાની સાથે તેના પર કાબુ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા હતા. ચોતરફથી પાણીનો મારો ચલાવવામાં આવતા આગ પર ગણતરીના સમયમાં જ કાબુ મેળવી લેવાયો હતો. જેને લઇને તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું શરૂ થયું તે સમયે રણોલી રેલવે યાર્ડમાં ટ્રકમાંથી માલસામાન અનલોડ કરવાની કામગીરી ચાલી રહી હતી. આગ લાગતા કામગીરી થોભાવી દેવી પડી હતી. ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લેતા અનલોડીંગની કામગીરી પુન શરૂ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં કોઇ મોટું નુકશાન પહોંચ્યું હોવાનું હાલ તબક્કે સામે આવવા પામ્યું નથી. સાથે જ આગ લાગવા પાછળના કારણો અંગે તપાસ બાદ સ્પષ્ટતા થશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.