Home અન્ય રાજ્ય ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝી ના નામ ની જાહેરાત કરવામાં...

ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝી ના નામ ની જાહેરાત કરવામાં આવી

15
0

કે.વી. સિંહ દેવ અને પાર્વતી પરિદાને ઓડિશાના નાયબ મુખ્યમંત્રી તરીકે જાહેર

(જી.એન.એસ) તા. 11

ભુવનેશ્વર,

ભાજપના નેતા મોહન ચરણ માઝી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મંગળવારે તેમના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે કે.વી. સિંહ દેવ અને પાર્વતી પરિદાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. મોહન ચરણ માઝી આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેઓ ક્યોંઝરથી જીતીને ચોથી વખત વિધાનસભામાં પહોંચ્યા છે. જણાવી દઇએ કે, ઓડિશામાં આ પહેલીવાર ભાજપની સરકાર બની રહી છે. નવા મુખ્યમંત્રી અને તેમની મંત્રી પરિષદ બુધવારે એટલે કે 12 જુન 2024 ના રોજ જનતા મેદાન ખાતે ભવ્ય સમારોહમાં શપથ લેશે. તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 147માંથી 78 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી હતી.

મોહન ચરણ માઝી ઓડિશાના 15મા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ માહિતી આપી છે કે ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, ઉપ મુખ્યમંત્રી કનક વર્ધન સિંહ દેવ અને પાર્વતી પરિદાનો શપથ ગ્રહણ સમારોહ આજે યોજાશે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને ભાજપ હાઈકમાન્ડ વતી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે યોજાયેલી ભાજપ વિધાયક દળની બેઠક બાદ મોહન ચરણ માઝીના નામને મંજૂરી આપવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક વર્ષ વીતી ગયા પછી પણ મણિપુરમાં શાંતિ સ્થાપિત ન થવા પર ચિંતા વ્યક્ત કરી 
Next articleપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દરેકને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો