Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાવમાં 20% વધારો કર્યો

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાવમાં 20% વધારો કર્યો

31
0

(જી.એન.એસ) તા. 11

અમદાવાદ,

નવા શૈક્ષણિક સત્ર પહેલા વાલીઓને મોટો ઝટકો

નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાજ  વાલીઓને મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવ વધાર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં 20 ટકાનો વધારો કર્યો છે. આરટીઓ રજિસ્ટ્રેશન, ફિટનેસ, પાસિંગનો બોજો આવતા ભાવ વધાર્યો છે. રિક્ષાના ભાવમાં રૂ.100 અને વાનના ભાવમાં રૂ.200 વધાર્યા છે. આખા રાજ્યમાં વર્ધીના ભાવ વધારાનો અમલ કરાશે.

રાજ્યમાં અનેક સ્થાનો પર વેકેશન પૂર્ણ થઈ ગયું છે. સોમવારનો રોજથી અમદાવાદમાં પણ ખાનગી અને સરકારી શાળાઓની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે સેન્ટ્રલ બોર્ડ શાળાઓ સંભવત આગામી સપ્તાહથી શરૂ થઈ શકે છે. કાળઝાળ ગરમીના પગલે શાળાઓમાં વેકેશનના દિવસો લંબાવવામાં આવ્યા હતા. ત્યારે અનેક સ્થાનો પર છુટોછવાયો વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી છે. શાળાઓ શરૂ થતા વાલીઓ પર શૈક્ષણિક ફી સાથે વધુ બોજો પડી શકે છે. જો સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાવ વધારો કરશે તો વાલીઓએ નિર્ધારિત કરેલ માસિક બજેટ ડામાડોળ થશે. રિક્ષા અને વાનના ભાવમાં વધારો થવા અંગે વાલીઓ વિરોધ નોંધાવી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારના પૂર્ણિયાથી નવા ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી
Next articleમલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત 10 લોકોનું પ્લેન ચિકાંગાવાની પહાડીઓમાં ક્રેશ થતાં મોત