Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દરેકને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દરેકને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો

20
0

(જી.એન.એસ) તા. 11

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેક વ્યક્તિને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યોગ આપણને શાંતિનું વાતાવરણ પ્રદાન કરે છે, જેના કારણે આપણે જીવનના પડકારોને શાંત અને ધૈર્યની સાથે સામનો કરવા સક્ષમ થઈએ છીએ.

આગામી યોગ દિવસને ધ્યાનમાં રાખીને, શ્રી મોદીએ વીડિયોનો એક સેટ પણ શેર કર્યો જે વિવિધ આસનો અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપે છે.

પ્રધાનમંત્રીએ અનેક X પોસ્ટ્સ કરતા કહ્યું;

“આજથી દસ દિવસ બાદ, વિશ્વ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે, જે એક એકતા અને સદ્ભાવની ઉજવણીની એક શાશ્વત પ્રથા છે. યોગે સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓને ઓળંગી છે, અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોને સર્વગ્રાહી સુખાકારીની શોધમાં જોડ્યા છે.”

“આ વર્ષનો યોગ દિવસની નજીક આવતા જ, યોગને આપણા જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને અન્ય લોકોને પણ તેણે જીવનનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવી જરૂરી છે. યોગ આપણને શાંતિનો અનુભવ કરાવે છે, જેના કારણે આપણે જીવનના પડકારોને શાંત અને ધૈર્યની સાથે પાર કરવામાં સક્ષમ થઈએ છીએ.”

“યોગ દિવસ નજીક આવતા જ, હું કેટલાંક વીડિયો શેર કરી રહ્યો છું, જે વિવિધ આસનો અને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપશે. મને આશા છે કે આ તમને બધાને નિયમિત રીતે યોગાસન કરવા માટે પ્રેરણા આપશે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝી ના નામ ની જાહેરાત કરવામાં આવી
Next articleસુરતની સચીન જીઆઈડીસી પોલીસે પ્રતિબંધિત 5.870 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો