Home ગુજરાત સતત બીજી વખત શ્રી અમિતભાઈ શાહે કેન્દ્રીય ગૃહ મંત્રીનો ચાર્જ સંભાળ્યો

સતત બીજી વખત શ્રી અમિતભાઈ શાહે કેન્દ્રીય ગૃહ મંત્રીનો ચાર્જ સંભાળ્યો

33
0

(જી.એન.એસ) તા. 11

નવી દિલ્હી,

18મી લોકસભા ચુંટણીના પરિણામો આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકાર 3.0ની રચના તાઈ ગઈ છે ત્યારે મંગળવારે સવારે અમિત ભાઇ શાહે કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે સતત બીજી વાર ચાર્જ સંભાળ્યો હતો. અમિતભાઇ શાહે ગૃહ વિભાગની સાથે સહકાર મંત્રાલયનો પણ ચાર્જ લીધો હતો. ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા અમિત શાહને તેમનું ગૃહ મંત્રાલય યથાવત રહ્યું છે. અમિત શાહ હવે ફરીથી કેંદ્રમાં ગૃહ અને સહકારીતા મંત્રાલય સંભાળી રહ્યા છે. અમિત શાહ 2019 માં કેન્દ્રમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. ગાંધીનગર બેઠક પર અમીત શાહને 7, 44, 716 મતોની જંગી લીડ મળી હતી.

વર્ષ 2019માં અમિત શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી બન્યા ત્યારબાદ તેમણે અનેક ઐતિહાસીક નિર્ણયો લીધા હતા. તેમણે સંસદમાં પણ આક્રમક્તાથી પોતાના વિચારો રજૂ કર્યા હતા અને ત્યારબાદ તેઓ દેશભરમાં લોકપ્રિય થઇ ગયા હતા. 2014માં કેન્દ્રમાં ભાજપ સરકાર બની ત્યારે તેઓ રાષ્ટ્રીય પ્રમુખ હતા અને તેમની આગેવાની હેઠળ ભાજપે માઇક્રોપ્લાનીંગ કરી સંગઠનને મજબૂત કર્યું હતું અને ચૂંટણી જીતી હતી આ સાથે તેમણે સહકાર મંત્રાલય પણ સંભાળ્યું હતું. સહકાર મંત્રાલય દેશમાં પહેલીવાર ઉભુ કરાયું હતું અને તે વિભાગના અમિત શાહ પહેલા મંત્રી બન્યા હતા. તેમણે દેશભરના સહકારી માળખાને પણ સુદ્રઢ કરવાના ઘણા નિર્ણયો કર્યા હતા. નરેન્દ્ર મોદી સરકાર 3.0માં તેમને ફરી એક વાર સહકાર મંત્રીનો પણ હવાલો આપવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડો. સુકંતા મજુમદારે શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Next articleશ્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો