(જી.એન.એસ) તા. 11
અમદાવાદ/સુરત/વલસાડ,
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ જામનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત મહેસાણામાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના 20 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના 11 જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 9 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતથી લગભગ 30થી 40 કિમી ચોમાસુ દૂર છે. જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. દૂધીવદર, ધોળીધાર, બોરીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં અત્યારે અનેક જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે. મળતી જાણકારી પ્રમાણે અમદાવાદ, અમરેલી, વડોદરામાં વરસાદી ઝાપટા આવ્યા હતાં. આ દરમિયાન વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ગરમીને લઈને અત્યારે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. જેથી સૌ કોઈ વરસાદ અને ખાસ કરીને ચોમાસાની રાહ જોઈને બેઠા છે. હવામાન વિભાગે વલસાડ સહિત સંઘ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે . ત્યારે છેલ્લા બે દિવસથી વલસાડ સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી રહ્યો છે. આ સાથે સાથેજ દરિયામાં પણ ભરતી જોવા મળી રહી છે. પ્રીમોનસૂન એક્ટિવિટી અંતર્ગત દમણ તેમજ વલસાડના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, વલસાડના દરિયામાં ભારે કરંટ જોવા મળશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી.
જાણીતા પ્રવાસન સ્થળ એવા દમણના દરિયામાં પણ સાંજના સમયે મોટી ભરતી જોવા મળી હતી. દમણના જાણીતા દેવકા બીચ પર ભરતીના સમયે મોટા મોટા મોજા ઉછળ્યા હતા. આ મોજાને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના દરિયા કિનારે જોવા મળ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી આવતા પ્રવાસીઓ દમણના દરિયાનો અદભુત નજારો માણી મંત્ર મુગ્ધ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આગામી થોડા દિવસોમાં જ ચોમાસું શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
ખાંભાના ગામડાઓમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ગીરના ગામડાઓમાં નદી-નાળાઓમાં વરસાદી નીર આવ્યા છે. ખાંભાના ધાવડિયા અને ગીદરદી ગામની નદીઓમાં નવા નીર આવ્યા છે. ધાવડિય ગામે નદીમાં પાણી વહેતા થયા છે. ગીરના ગામડાઓમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે.
અરવલ્લીના શામળાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અણસોલ, રતનપુર બોર્ડર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.