Home ગુજરાત સુરતની સચીન જીઆઈડીસી પોલીસે પ્રતિબંધિત 5.870 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને...

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે પ્રતિબંધિત 5.870 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો

37
0

(જી.એન.એસ) તા. 11

સુરત,

નશાના કાળા કારોબારને નસતે નાબૂદ કરવા સુરત પોલીસ જાણે એક્ટિવ થઈને કામગીરી કરી રહી હોય તેવા કિસ્સાઓ ચોક્કસપણે નજરે પડી રહ્યા છે, જે ખુબજ સરાહનીય વાત છે. આ વખતે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે  પ્રતિબંધિત 5.870 કિલોગ્રામના ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ બહાર આવ્યું હતું કે, ગુજરાતના સુરતમાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે. નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જો કે, છેલ્લા થોડા સમથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. બાતમી મળતાં જ પોલીસે 5.87 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમી મળી હતી. સચીન-તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલપાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી હતી. જેના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો. જેની અંદાજે કિંમત 58700 જેટલી થાય છે. પકડાયેલ આરોપી બિકાશ કિશોર ગૌડા 21 વર્ષની ઉંમરનો છે. તે ઓડિશાનો રહેવાસી છે. હાલ પોલીસે બિકાશને કોણે મોકલ્યો હતો તથા તે કોને આ ગાંજો આપવાનો હતો તે અંગે હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દરેકને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો
Next articleઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે જ્યોર્જિયા હોજ સાથે લગ્ન કર્યા