Home ગુજરાત ઉત્તર ગુજરાત રાજ્યમાં મોડીરાત્રે 2 હીટ એન્ડ રનની ઘટના

રાજ્યમાં મોડીરાત્રે 2 હીટ એન્ડ રનની ઘટના

32
0

(જી.એન.એસ) તા. 10

વડોદરા,

વડોદરામાં ગાડીએ દંપતી ને અડફેટે લેતા, પત્નીનું ઘટનાસ્થળે જ મોત તો પોરબંદર નેશનલ હાઇવે પર ગાડીએ ત્રણ બાઇકને અડફેટે લેતા એકનું મોત, 7 ઘાયલ  

ગુજરાત રાજ્યમાં સતત અકસ્માતોની ઘટનામાં વધારો જોઈ શકાય છે. વડોદરા શહેરના સમા ખાતે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી તેમાં શહેરના રસ્તે ચાલતા દંપતીને કાળમુખો અકસ્માત નડ્યો હતો જેમાં પૂરપાટ ઝડપે આવતી એક ગાડી દંપતીને અડફેટે લીધા હતા. જેમાં પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. જોકે, દુર્ઘટના બાદ ગાડીચાલક ફરાર થઈ ગયો હતો. ગાડી એટલી બધી સ્પીડમાં હતી કે અકસ્માત સર્જાયા બાદ કાર એમ્પાયર હોસ્પિટલમાં જઈને ઘૂસી હતી. પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા, તેમાં ઘટના કેવી રીતે ઘટી તે જાણવા મળ્યું હતું. વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ શરૂ કરી છે.

તો બીજી બાજુ દ્વારકામાં પણ હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. પોરબંદર નેશનલ હાઇવે પર કુરંગા નજીક ઘટના બનાવા પામી હતી. બેફામ ચાલતી કારે ત્રણ બાઇકને અડફેટે લેતા એકનું મોત થયું હતું અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને જામખંભાળીયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા. આ અકસ્માતમાં એક 25 વર્ષીય યુવાન ધવલસિંહનું કરુણ મોત નિપજ્યું હતું. ઘડી કંપની પાસે મોડીરાત્રે કાર ચાલકે એક સાથે ત્રણ બાઇકને અડફેટે લેતા 7 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ધવલસિંહ નામના 25 વર્ષના યુવાનને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. અન્ય એક યુવકને વધુ ઇજાઓ પહોંચતા જામનગર રીફર કરાયો છે. આ ઘટનામાં પોલીસ તપાસ હાથધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ચૂંટણી પંચે 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી
Next articleસનાતન ધર્મની રક્ષા કાજે ફરી સંતો મેદાને