કેન્દ્રમાં મોદી સાથે કામ કરનાર પાટીદાર મંત્રી ને સીએમ બનાવીને એક કાંકરે બે પક્ષી મારવાની ગણતરી….?, રૂપાણીની આગેવાનીમાં પાર્ટીએ 3 બેઠકો ગુમાવતાં મતદારોનો ભાજપની નેતાગીરીને સંદેશ રૂપાણી ગુજરાતના નાથ તરીકે ચાલી શકે તેમ નથી….!, હવે કોંગ્રેસ માંથી કોઈ ધારાસભ્ય પક્ષપલટો કરીને ભાજપનો કેસરી ખેસ પહેરવા તૈયાર નહિ થાય….!, પાટીદાર સીએમ મુકી ડે.સીએમ પદ રદ કરાશે, નીતિન પટેલ આપમેળે થશે દુર, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળી શકે છે પ્રમોશન કેબિનેટ પ્રધાન પદ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળી શકે છે ગૃહ ખાતું
(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.4
દેશના ચૂંટણી પંચ દ્વારા ઝારખંડ વિધાનસભા ની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. તે પહેલા મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ જેમાં હરિયાણા માં કેન્દ્રમાં જેમની સંપૂર્ણ બહુમતિ વાળી સરકાર છે તે ભાજપ ને એવા નવા સવા પક્ષનો ટેકો લેવો પડ્યો કે જેના પિતા અને દાદા બન્ને ભ્રષ્ટાચાર ના કેસમાં ૧૦ વર્ષ ની જેલની સજા કાપી રહ્યાછે……!
ગુજરાત માં પણ ૬ બેઠકો ની પેટા ચૂંટણી યોજાઈ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સંવેદનશીલ સરકાર ની સંવેદના જોઈ ને મતદારોએ કોંગ્રેસ ને ૩ અને ભાજપ ને ૩ બેઠકો આપીને ભાજપની નેતાગીરીને સંદેશો આપ્યો કે રૂપાણી ગુજરાત ના નાથ તરીકે ચાલી શકે તેમ નથી અને એવી અટકળો આકાર લઇ રહી છે કે રૂપાણીને બદલીને કેન્દ્રમાંથી કોઈ પાટીદાર મંત્રી ને સત્તા સોંપી ને એક કાંકરે બે પક્ષી મારવાની ગણતરીઓ કમલમ માં મુકાઈ રહી છે…..! સંભવતઃ આગામી ઉતરાયણ ના દિવશે નવા મુખ્યમંત્રી પતંગ ઉત્સવમાં પતંગો ઉડાડે એવી શક્યતા છે.
રાજકીય રીતે જોઈએ તો ભાજપે કોંગ્રેસ ની રાધનપુર અને બાયડ બેઠકો ગુમાવીને ફરીથી અમિત ચાવડા ને ભેટ આપી તેના ખુબજ ઘેરા પ્રત્યાઘાત પક્ષમાં પડ્યા છે. ગુજરાતમાં કોંગ્રસ ને જાણે કે નવી શક્તિ મળી છે અને ચાવડાને પણ જતા જતા જીવતદાન જે મળ્યું તે ભાજપને નડે તેમ છે. રૂપાણી ભાજપ ની વર્ષો જૂની થરાદ બેઠક પણ સાચવી શક્યા નથી અને કોંગ્રેસ ને રૂપાણી ને કારણે એક નહિ ૩-૩ બેઠકો આપી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને નારાજ કરવાનું કામ કર્યું છે. ભાજપ હવે લાખ પ્રયત્ન કરે તો પણ કોંગ્રેસ માંથી હવે કોઈ ધારાસભ્ય પક્ષપલટો કરીને ભાજપનો કેસરી રેશમી ખેસ પહેરવા તૈયાર નહિ થાય.
લોકસભામાં તમામ ૨૬ બેઠકો મોદીએ ફરી જીતાડી આપી પણ સરકારના વડા તરીકે મુખ્યમંત્રી વિરૂ ૩ બેઠક પણ સાચવી શક્યા નથી. ૨૦૨૨ માં ગુજરાત ફરીથી ભારે બહુમતીથી કબ્જે કરવા માટે રૂપાણી ની જગ્યાએ કેન્દ્રમાંથી પાટીદાર મંત્રી ને જવાબદારી સોંપવી અને જ્યારે પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી હશે તો કોઈ પાટીદારને નાયબ મુખ્યમંત્રી પડે રાખવાની ફરજ પણ નહિ પડે…..! સરકાર પર નજર રાખનારા કહે છે કે હાલ ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદાર છે અને મુખ્યમંત્રી નહિ બનાવવાનો વસવસો તેમના મનમાંથી ક્યારેક ક્યારેક ઉથલો મારે છે. જો પાટીદાર સીએમ હશે તો નાયબ મુખ્યમંત્રી પદે નીતિન પટેલ આપમેળે દુર થઇ જશે કહો કે ટાઢા પાણીએ ખસ ગઈ….! એક પંથ દો કાજ. પાટીદાર સમાજના મુખ્યમંત્રી મુકાવાથી પાટીદાર સમાજ આગામી ચૂંટણીમાં ભાજપ ને કોઈ રાજકીય નુકશાન નહિ કરે જે ગઈ વખતે કર્યું અને નીતિન પટેલને નાયબ તરીકે નિભાવવાની પણ જરૂર નહિ રહે…..!
કેન્દ્રના આ પાટીદાર મંત્રી ની ગુજરાતની મુલાકાતો વધી છે. અને આગામી સમયમાં હજુ વધારે મુલાકાતો લઈને કાર્યકરોને પરોક્ષ સંદેશો પણ પહોંચશે કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે.
ગુજરાત ના રાજકીય પ્રવાહો, કોંગ્રેસ ના આંતરિક અને બાહ્ય બાબતો પર સતત નજર રાખનારા ભાજપના કેટલાક નેતાઓ એ મત બાંધી રહ્યા છે કે જો રૂપાણી ને ચાલુ રાખવામાં આવશે તો ગઈ વખતે માંડ માંડ અને મોદીએ બાજી સંભાળી ત્યારે 99 બેઠકો મળી હતી. મોદી હવે ભારત ને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવા તમામ જોર લગાવી રહ્યા છે ત્યારે જેમ ભાજપે મધ્યપ્રદેશ-રાજસ્થાન વગરે ગુમાવ્યાં તેમ ૨૦૨૪ ની તડામાર તૈયારીમાં ગુજરાત તરફ ધ્યાન ન આપી શક્યા તો કુછ ભી હો સકતા હૈ. મોદી ક્યા સુધી દરેક ચૂંટણીઓમાં ગુજરાત આવીને- હું તમારો છું તમારી વચ્ચે ઉછર્યો છે… એવું બોલીને મતદારોના દિલ જીતશે….? રૂપાણી ને રાષ્ટ્રભાષા બોલવામાં ગોથાં ખાવા પડે છે ત્યારે ૨૦૨૨ માં ગુજરાતને બચાવવા કેન્દ્રમાં તેમની સાથે કામ કરનાર અને તેમના ઈશારાઓને સમજનાર પાટીદાર મંત્રી ને ગુજરાતમાં મૂકીને .ભાજપની નેતાગીરી એક કાંકરે બે પક્ષી મારવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.