(જી.એન.એસ) તા. 9
મદ્રાસ,
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી), મદ્રાસે દ્વારા પરીક્ક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામો તપાસી અને ડાઉનલોડ કરી શકે છે. જેઈઈ એડવાન્સ 2024 પરિણામ તપાસવા માટે, ઉમેદવારોએ તેમના લૉગિન ઓળખપત્રોનો ઉપયોગ કરવાની જરૂર છે જેમ કે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ.
પેપર 1 અને 2 બંને માટે હાજર 1,80,200 ઉમેદવારોમાંથી કુલ 48,248 પાસ થયા છે, જેમાં 7,964 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. વેદ લાહોટીએ 355 માર્ક્સ મેળવીને આ પરીક્ષામાં ટોપ કર્યું છે. જ્યારે આઈઆઈટી બોમ્બે ઝોનની દ્વિજા ધર્મેશકુમાર પટેલ સૌથી વધુ રેન્ક ધરાવતી મહિલા ઉમેદવાર છે.
આ પરીક્ષામાં લાયકાત મેળવનાર તમામ ઉમેદવારો જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (જેઓએસએએ) કાઉન્સેલિંગ 2024 માટે પાત્ર બનશે. આ માટે રજીસ્ટ્રેશન આવતીકાલથી એટલે કે 10 મી જૂનથી શરૂ થશે. જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી માટેની કાઉન્સેલિંગ પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ josaa.nic.in પર શરૂ કરવામાં આવશે. જેઈઈ એડવાન્સ્ડ 2024, 26 મેના રોજ બે શિફ્ટમાં યોજાઈ હતી – પેપર 1 સવારે 9 થી બપોરે 12 અને પેપર 2 બપોરે 2:30 થી 5:30 વાગ્યા સુધી. પેપર 1 માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતના કુલ 51 પ્રશ્નો હતા. વિદ્યાર્થીઓને પેપર 2 પેપર 1 કરતાં અઘરું જણાયું, જેમાં ગણિતનો ‘પડકારરૂપ’ વિભાગ હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.