Home ગુજરાત ઉત્તર ગુજરાત પાટણમાં એક મકાનનો પાયો ખોદવા દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી

પાટણમાં એક મકાનનો પાયો ખોદવા દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી

23
0

(જી.એન.એસ) તા. 8

પાટણ,

પાટણની ઐતિહાસિક નગરીમાંથી ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી છે. એક મકાનમાં ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. મકાનનો પાયો ખોદવા દરમિયાન પ્રતિમા મળી હતી. ખુમાનસિંહના પ્લોટમાંથી ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની પાંચ ફૂટની પ્રતિમા નીકળી હતી. પ્રતિમા મળતી ફરી એકવાર ઐતિહાસિક પાટણ પંથકનો ઇતિહાસ ઉજાગર થયો હતો. આ ઉપરાંત ગુજરાતના વલ્લભીપુરમાં પણ કેટલાય સ્થળોએથી બૌદ્ધકાળના અવશેષો મળ્યા છે. ગુજરાતમાં આજે પણ ઘણા સ્થળેથી બૌદ્ધ યુગના અને ચંદ્રગુપ્ત મૌર્ય યુગ તથા અશોકના કાર્યકાળના અવશેષો મળી આવે છે. તેથી અહીં ઘણા સમય સુધી બૌદ્ધ ધર્મનો પ્રભાવ રહ્યો હોવાનું માનવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે વાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ
Next articleઅમદાવાદ ઝોન 2 એલસીબી અને શાહપુર પોલીસની ટીમે 7.20 લાખનું 72 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરી