Home ગુજરાત વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે વાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે વાડી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ

28
0

(જી.એન.એસ) તા. 8

આણંદ,

ફરી એક વાર સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે અને તે પણ વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી છે જેમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા હરિભક્તોમાં ખળભળાટ મચી ગયો છે.  આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ વડતાલ સ્વામીનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે ડુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે ભોગ બનનારી પિડીતાનું નિવેદન પણ નોંધ્યું છે.સુત્રોના જમાવ્યા મુજબ જ્યારે આ સગીરા 14 વર્ષની હતી ત્યારે આરોપી જગતપાવન સ્વામીએ તેની સાથે જબરજસ્તી કરી હતી. 2016ની સાલમાં જગતપાવન સ્વામીએ આ સગીરાને  ગિફ્ટ લેવા માટે રૂમમાં બોલાવી હતસગીરાના જણાવ્યા મુજબ 2016માં આ ઘટના બની હતી ત્યારે 14 વર્ષની હતી. હું પરિવાર સાથે 2010થી મંદિરમાં જતી હતી. 2016માં તે ફોન દ્વારા સ્વામી જગતપાવન સ્વામીના સંપર્કમાં આવી હતી. તે સમયે જગતપાવન સ્વામી કોઠારી પદે હતા. તેમણે ગિફ્ટ આપવાને બહાને મંદિરના રૂમમાં બોલાવીને મારી સાથે જબરજસ્તી કરી હતી અને ત્યારબાદ તેમણે મને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો હું દવા પી લઈશ. તારા પરિવારને જાનથી મારી નાંખીશ. તે સિવાય જગતપાવન સ્વામીનું એક ગ્રુપ હતું.  તે મને વિડીયો કોલ કરાવતા હતા. ઉપરાંત ન્યુડ ફોટો મોકલવા પણ જણાવતા હતા. તે સિવાય મારી પાસે એવો કોઈ સોર્સ ન હતો કે હું ફરિયાદ કરી શકું હું. આ બનાવમાં આરોપીઓને કડક સજા થાય એવું ઈચ્છું છું જેથી કોઈ છોકરી સાથે તે આવું ન કરે. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે આ ચકચારી બનાવમાં એચ.પી.સ્વામી અને કે.પી.સ્વામી વિરૂધ્ધ પણ જગતપાવન સ્વામીને મદદ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ પટેલે આપ્યું રાજીનામું
Next articleપાટણમાં એક મકાનનો પાયો ખોદવા દરમિયાન ભગવાન બુદ્ધની પ્રતિમા મળી