Home દુનિયા - WORLD આજે ભારત પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી અને મહત્વની...

આજે ભારત પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી અને મહત્વની મેચ

142
0

(જી.એન.એસ) તા. 9

ન્યુયોર્ક,

આજે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2024ની સૌથી મોટી અને મહત્વની મેચ ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે. એક તરફ ભારત આયર્લેન્ડને હરાવીને આવી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ અમેરિકાના હાથે ખરાબ હારનો સામનો કરીને મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં બંને ટીમો પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માંગશે. પણ ન્યૂયોર્કનું ખરાબ હવામાન (વરસાદ) આ મેચની મજા બગાડી શકે છે. 

હવામાનની આગાહી અનુસાર, સવારે 11 વાગ્યે વરસાદની 51 ટકા શક્યતા છે. મેચના દિવસે વરસાદની 24 થી 5 ટકા શક્યતા છે. તાપમાન 26 થી 17 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ભેજ 55 થી 53 ટકા રહી શકે છે અને પવન 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. હવે જો વરસાદ થશે તો ચાહકોની આશા પર પાણી ફરી વળશે.

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાશે. પરંતુ, જો વરસાદ પડે અને મેચ રદ થાય, તો કઈ ટીમને ફાયદો થશે? ટી20 વર્લ્ડ કપ 2024ની કોઈપણ લીગ મેચ માટે આઈસીસી એ રિઝર્વ ડે રાખ્યો નથી. આવી સ્થિતિમાં, જો આ મેચ વરસાદને કારણે રદ થાય છે, તો બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે. જો કે, મેચ રદ થવાની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે જો વરસાદ પડે તો ઓવરો ઓછી કરીને મેચ રમી શકાય છે.

આજે ઘણા વર્ષો બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024ની મહત્વપૂર્ણ મેચ રમાશે. આ મેચ ન્યૂયોર્કમાં યોજાવા જઈ રહી છે. સ્થાનિક સમય અનુસાર આ મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે. જો કે આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને આ મેચ પર તો માત્ર ભારત અને પાકિસ્તાન જ નઈ પરંતુ દુનિયાની નજર હશે. 

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર એ પણ છે કે, 7 જૂનના રોજ નેટમાં પ્રેક્ટિસ કરતી વખતે રોહિત શર્મા ફરીથી ઈજાગ્રસ્ત થયો હતો. પ્રેક્ટિસ દરમિયાન રોહિતના ડાબા હાથ પર ઈજા થઈ હતી, જેના પછી તે દર્દથી રડતો જોવા મળ્યો હતો. જ્યારે તે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ન્યૂયોર્કમાં રમાનારી આ મેચ પહેલા રોહિત શર્માની ઈજાએ ચોક્કસપણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું હતું. પરંતુ રાહતની વાત એ હતી કે તે ફરીથી બેટિંગ કરતો જોવા મળ્યો હતો. જ્યારે તે તેના ડાબા હાથમાં ઈજાગ્રસ્ત થયા પછી પીડામાં દેખાઈ રહ્યો હતો, ત્યારે ટીમ ફિઝિયો ટીમ તેની પાસે દોડી આવી હતી. ફિઝિયોને ટ્રીટમેન્ટ આપ્યા બાદ રોહિત ફરીથી નેટ્સમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજે 3.0 મોદી સરકારની શપથવિધી : સમગ્ર દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું, 9મી અને 10મી જૂને દિલ્હીમાં કલમ 144 લાગુ
Next articleનરેન્દ્ર મોદીએ વહેલી સવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, અટલજી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી