એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી
(જી.એન.એસ) તા. 8
અમદાવાદ,
ખોટી લોભ-લાલચ બતાવી, અલગ અલગ કંપનીઓ ના નામે મોટી રખમનું રોકાણ કરવાનું કહી છેતરપિંડી આચરતા લોકોમાં વધારો થઈ ગયો છે પણ હવે પોલીસ દ્વારા પણ નિશ્ચિત સમયાંતરે લોકોને આ બાબતે સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવે છે, પણ અમદાવાદથી એક અનોખો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાય છે. પોલીસે ફરિયાદના આધારે એક ડોક્ટર સહિત બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં જીગરભાઈ શહેરાવાળા નામના વ્યક્તિએ પોતાની સાથે છેતરપિંડી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સુરતમાં રહેતા ડોક્ટર હાર્દિક પટવા, સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત પરમાર તેમજ યસ એમ્બ્યુલન્સ સર્વિસના માલિક મયુર ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે હેમંત પરમાર અને મયુર વાલ્મીકિની ધરપકડ કરી લેવામાં આવી છે.
જો કે આ ઘટનામાં આરોપીઓની પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, હાર્દિક પટવા વર્ષ 2019 માં ફરિયાદી જીગરભાઈ શહેરાવાળાને અમદાવાદની શારદાબેન હોસ્પિટલના બહારના ભાગમાં મળ્યા હતા. ત્યારે તેમણે ફરિયાદી જીગરભાઈને પોતે સુરત કોર્પોરેશનમાં ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી હતી. વાતચીત દરમ્યાન હાર્દિક પટવા પોતે ડોકટર હોવાથી પોતાના નામે એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી શક્યો નથી. તેથી તેણે હેમંત પરમારના નામે સનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસ અને મયુર ગોસ્વામીના નામે યસ એમ્બ્યુલન્સ સર્વિસ ચાલુ કરી છે. તે તમામ પોતાના હસ્તક અને પોતાની તમામ જવાબદારીઓ વાળી એમ્બ્યુલન્સ સર્વિસ છે. આ બંને એમ્બ્યુલન્સ સર્વિસમાં રોકાણ કરવા માટે ફરિયાદી જીગરભાઈને વાત કરી હતી. જોકે આ ડોક્ટરની વાતોમાં જીગરભાઈ આવી ગયા હતા અને તેણે તેના પર ભરોસો રાખી પોતે તેમજ તેમના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ મારફતે અલગ અલગ સમયે પાંચ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. વર્ષ 2019 થી 2023 સુધીમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જેનું વળતર માંગતા હાર્દિક પટવા તેને યોગ્ય પ્રતિ ઉત્તર આપતા નહોતા જેથી ફરિયાદી જીગરભાઈએ ડોક્ટર પાસે લેખિતમાં બાહેંધરી લખાવી હતી. જે બાદ પણ ડોક્ટર દ્વારા તેને મૌખિક વાયદાઓ આપ્યા કર્યા હતા અને પૈસાનું વળતર આપ્યું નહોતું જેથી ફરિયાદી હાર્દિકભાઈને પોતાની સાથે છેતરપિંડી થતા હોવાનો ખ્યાલ આવતા તેને ફરિયાદ નોંધાવી હતી. હાલતો પોલીસે એમ્બ્યુલન્સ સર્વિસના માલિક હેમંત પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી છે. જ્યારે ડોક્ટર તરીકે ઓળખ આપનાર હાર્દિક પટવા હાલ ફરાર છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર અન્ય કોઈ લોકો સાથે આ ત્રણ લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે કે નઈ અથવા તો આ છેતરપિંડી કરતી ગેંગમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તે અંગે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.