(જી.એન.એસ) તા. 9
નવી દિલ્હી,
18મી લોકસભા ચુંટણીમાં એનડીએને બહુમત મળ્યા બાદ ફરી એકવાર કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવા જઈ રહી છે. આજે (રવિવાર) નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતનો શપથ ગ્રહણ સમારોહ ખૂબ જ ખાસ બનવાનો છે. આ શપથ સમારોહમાં સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો અને આંતરરાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ હાજર રહેશે. આ સંદર્ભે દેશની રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ઉડતા ડ્રોન અને પેરાગ્લાઈડિંગ જેવી તમામ એક્ટિવિટી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તહેનાત કરવામાં આવશે. એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ તૈનાત રહેશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. શહેરની લીલા, તાજ, આઈટીસી મૌર્ય, ક્લેરિજ અને ઓબેરોય જેવી હોટેલોને પહેલાથી જ સુરક્ષા કવચ હેઠળ લેવામાં આવી છે.
એક સિનિયર અધિકારીના જણાવી અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી ના ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથવિધી સમારોહ માટે દક્ષિણ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશનના સભ્ય દેશોના મહાનુભાવોના આમંત્રણને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાની ‘હાઈ એલર્ટ’ પર રહેશે. સમારોહના દિવસે દિલ્હી પોલીસના એસડબલ્યુએટી અને એનએસજી કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે. શપથ ગ્રહણ માટે દિલ્હીમાં ત્રણ સ્તરીય સુરક્ષા (ત્રણ સ્તર) રહેશે.
પીએમ નરેન્દ્ર મોદીના ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથવિધી સમારોહમાં હાજરી આપવા માટે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલવાનને આમંત્રણ આપ્યું છે. નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણમાં હાજરી આપશે. દહલ રવિવારથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.
3.0 મોદી સરકારની શપથવિધી સમારોહમાં 8 હજારથી વધુ રાજકારણીઓ, મંત્રીઓ અને મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનના શપથ ગ્રહણ સમારોહ પહેલા ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં પણ એક મોટી બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના તમામ સિનિયર પદાધિકારીઓને શપથ ગ્રહણ સમારોહમાં સંગઠનાત્મક વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી.
નરેન્દ્ર મોદીની શપથવિધીમાં તેમની કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. હાલમાં વડાપ્રધાન મોદી 3.0ની કેબિનેટ માટે ઘણા નેતાઓના નામ સામે આવી રહ્યા છે. જેમાં અમુક સિનિયર નેતાઓ નામોની ચર્ચા થઈ રહી છે તે નીચે મુજબ છે-
નામ | પાર્ટી |
પીયૂષ ગોયલ | ભાજપ |
નારાયણ રાણે | ભાજપ |
નીતિન ગડકરી | ભાજપ |
સંદીપન ભૂમરે | શિવસેના શિંદે જૂથ |
પ્રતાપ રાવ જાધવ | શિવસેના શિંદે જૂથ |
બાલા શૌરી | જનસેના પાર્ટી |
જી કિશન રેડ્ડી | ભાજપ તેલંગાણા |
બંદી સંજય | ભાજપ તેલંગાણા |
ઇટાલા રાજેન્દ્ર | ભાજપ તેલંગાણા |
ડીકે અરુણા | ભાજપ તેલંગાણા |
ડૉ કે લક્ષ્મણ | ભાજપ તેલંગાણા |
રામ મોહન નાયડુ | ટીડીપી આંધ્રપ્રદેશ |
હરીશ | ટીડીપી આંધ્રપ્રદેશ |
ચંદ્રશેખર | ટીડીપી આંધ્રપ્રદેશ |
પુરંદેશ્વરી | ભાજપ આંધ્રપ્રદેશ |
રમેશ | ભાજપ આંધ્રપ્રદેશ |
બાલા શૌરી | જનસેના પાર્ટી |
સુરેશ ગોપી | ભાજપ કેરળ |
વી. મુરલીધરન | ભાજપ કેરળ |
રાજીવ ચંદ્રશેખર | ભાજપ કેરળ |
એલ મુર્ગન | ભાજપ તમિલનાડુ |
કે અન્નામલાઈ | ભાજપ તમિલનાડુ |
એચડી કુમારસ્વામી | જેડીએસ કર્ણાટક |
પ્રહલાદ જોશી | ભાજપ કર્ણાટક |
બસવરાજ બોમાઈ | ભાજપ કર્ણાટક |
જગદીશ શેટ્ટર | ભાજપ કર્ણાટક |
શોભા કરંડલાજે | ભાજપ કર્ણાટક |
ડો.સી.એન. મંજુનાથ | ભાજપ કર્ણાટક |
ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર અમિતભાઈ શાહને એકવાર ફરી કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવશે. જ્યારે પોરબંદર બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર મનસુખ માંડવિયાનું કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન નક્કી મનાઈ રહ્યું છે. ગુજરાતથી સાંસદ એસ.જયશંકરનું પણ મંત્રીપદ નક્કી માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત, નવસારીથી ભાજપણા વિજેતા ઉમેદવાર સીઆર પાટીલ, જામનગરથી પૂનમ માડમ, વલસાડથી ઘવલ પટેલને મંત્રીપદમાં સ્થાન મળવાની સંભાવના છે. જો કે, આ વખતે ભાજપ ને સ્પષ્ટ બહુમત ન મળતા વર્ષ 2019 ની સરખામણીએ ભાજપના બે મંત્રીપદ ઘટી શકે છે, જેમાં રાજકોટ બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને ખેડાથી વિજેતા દેવુસિંહ ચૌહાણનું સ્થાન કપાય તેવી અટકળો છે. તેમજ કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજનાથ સિંહ, નિતીન ગડકરી અને પીયૂષ ગોયલ ફરી એકવાર કેબિનેટ મંત્રી બની શકે છે. એસ. જયશંકર વિદેશ મંત્રાલય જાળવી રાખે તે સ્પષ્ટ છે. જ્યારે અનુરાગ ઠાકુર, ગજેન્દ્રસિંહ શેખાવતને પણ મોટી જવાબદારી મળી શકે છે. લોકસભા ચૂંટણીમાં પરાજિત થયેલા મંત્રીઓની જગ્યાએ નવા ચહેરાને સ્થાન મળી શકે છે, જેમાં બાંસુરી સ્વરાજ, તેજસ્વી સૂર્યા, મધ્યપ્રદેશમાં શાનદાર પ્રદર્શન બાદ શિવરાજસિંહને મંત્રાલયમાં મહત્ત્વનું સ્થાન મળી શકે છે. ઉપરાંત, જ્યોતિરાદિત્ય સિંધિયાને મંત્રીપદની, રાજસ્થાનથી ગજેન્દ્રસિંહ શેખાવતને પ્રતિનિધિત્વની અને ઓડિશાથી સંબિત પાત્રાને પણ મહત્ત્વની જવાબદારી મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.