Home મધ્ય ગુજરાત અમદાવાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024ની ઉજવણી અંતર્ગત પૂર્વતૈયારીના ભાગરૂપે કૃષ્ણનગર મેદાન ખાતે કોમન યોગ...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024ની ઉજવણી અંતર્ગત પૂર્વતૈયારીના ભાગરૂપે કૃષ્ણનગર મેદાન ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન

31
0

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024ની ઉજવણી અંતર્ગત પૂર્વતૈયારીના ભાગરૂપે કૃષ્ણનગર મેદાન ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન

(જી.એન.એસ) તા. 7

અમદાવાદ,

વિશ્વભરમાં તારીખ 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૪ની ઉજવણી અંતર્ગત ‘100 Days to go’ની થીમ સાથે 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે કૃષ્ણનગર મેદાન, અમદાવાદ ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગસેવક શ્રી શીશપાલ રાજપૂતના સાંનિધ્યમાં અમદાવાદમાં કૃષ્ણનગર મેદાન ખાતે યોજાઈ હતી.

કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ તાલીમમાં સ્થાનિક 1200 લોકોએ સ્વૈચ્છિક રીતે જોડાઈને કોમન યોગ પ્રોટોકોલ અંગે તાલીમ મેળવી હતી. આ તાલીમ શિબિરમાં ઠકકરબાપાનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી કંચનબહેન રાદડિયા અને ઝોન કો-ઓર્ડીનેટર શ્રી હેમલતાબહેન પટેલ હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યોગ પ્રત્યે જાગૃતતા વધારવા માટે રાજ્ય સરકારના રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો ગુજરાત યોગ બોર્ડનો હેતુ છે. આ હેતુને પાર પાડવા સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરતું રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે અયોધ્યામાં ભાજપની હાર માટે પોતાની અદામાં પ્રતિક્રિયા આપી
Next articleઅમદાવાદમાં 147મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ જવાનોની બુલેટ માર્ચ