Home અન્ય રાજ્ય હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે અયોધ્યામાં ભાજપની હાર માટે પોતાની અદામાં પ્રતિક્રિયા...

હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે અયોધ્યામાં ભાજપની હાર માટે પોતાની અદામાં પ્રતિક્રિયા આપી

32
0

(જી.એન.એસ) તા. 7

ચંડીગઢ,

 હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે લોકસભા ચુંટણીમાં અયોધ્યામાં ભાજપની હાર માટે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમના નિવેદનમાં અયોધ્યાના લોકો માટે નારાજગી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. અયોધ્યામાં ભાજપના ઉમેદવારની હાર પર અનિલ વિજે કહ્યું હતું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કદાચ ત્યાં નાસ્તિક લોકો રહે છે. લોકો 500 વર્ષથી શ્રી રામ મંદિરના નિર્માણની રાહ જોઈ રહ્યા હતા. શ્રી રામ મંદિર અલગ વાત છે, રાજનીતિ અલગ છે.

જો કે, લોકસભાની ચૂંટણી 2024નું પરિણામે તો તમામ નેતાઓએ વિચાર્યું હતું તેના કરતા ઘણુ અલગ જ જોવા મળ્યું છે. ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં રામ મંદિરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. ઘણા એવા પણ સ્લોગન વાયરલ થયા હતા જેમા કહેવામાં આવી રહ્યું હતું કે, ‘જો રામ કો લાયે હૈ હમ ઉનકો લાયેગે’. પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે કઇંક અલગ જ જોવા મળ્યું. અહીં ભાજપને સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. ખાસ કરીને જે અયોધ્યામાં રામ મંદિર બન્યું અને ભવ્ય પ્રભુ રામની પ્રતિમા મુકવામાં આવી અને પ્રાણ પ્રતિષ્ઠા થઇ તે જ નગરીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો. હવે આ હાર બાદ ભાજપ પ્રેમી ઘણા લોકો અયોધ્યાવાસીઓને હિન્દુ વિરોધી અને તેમના માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. આ કડીમાં હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે અયોધ્યાવાસીઓને નાસ્તિક ગણાવી દીધા હતા. તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે. કદાચ ત્યાં નાસ્તિક લોકો રહે છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાઉન્ટેન ક્લીનઅપ ઓપરેશન 2024ના ભાગરૂપે નેપાળની સેનાએ પાંચ પર્વતારોહકોના અવશેષો અને 11 ટન કચરો સાફ કર્યો
Next articleઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2024ની ઉજવણી અંતર્ગત પૂર્વતૈયારીના ભાગરૂપે કૃષ્ણનગર મેદાન ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરનું આયોજન