Home રમત-ગમત Sports ટી20 વર્લ્ડ કપ 2024ની પોતાની પહેલીજ મેચમાં રોહિત શર્માએ 3 સિક્સર ફટકારીને...

ટી20 વર્લ્ડ કપ 2024ની પોતાની પહેલીજ મેચમાં રોહિત શર્માએ 3 સિક્સર ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો

138
0

ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની શાનદાર શરૂઆત

(જી.એન.એસ) તા. 7

આયર્લેન્ડ વિરુદ્ધ ટી20 વર્લ્ડ કપની મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટી20 વર્લ્ડ કપ 2024ની પોતાની પહેલી જ મેચમાં તેણે 3 સિક્સર ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે સિક્સર ફટકારવાની બાબતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવા આંકડાને સ્પર્શ કર્યો છે જેની નજીક કોઈ અન્ય બેટ્સમેન નથી. જોકે હિટમેને આ મેચમાં ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપમાં 1000 રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ પહેલા ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને શ્રીલંકાના ખેલાડી મહેલા જયવર્દનેએ આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીએ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 1142 રન બનાવ્યા છે અને મહેલા જયવર્દને ટી20 વર્લ્ડ કપમાં 1016 રન બનાવ્યા છે.

રોહિત શર્માએ ઓપનિંગ બેટ્સમેન તરીકે ઇનિંગની શરૂઆત કરી અને ટી20 ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા. આવું કરનાર તે વિશ્વનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલા આ કારનામું ભારતીય ખેલાડી વિરાટ કોહલી અને પાકિસ્તાની ખેલાડી બાબર આઝમે કર્યું હતું. વિરાટ કોહલીના ટી20 ક્રિકેટમાં 4038 રન છે જ્યારે બાબર આઝમે ટી20માં કુલ 4023 રન બનાવ્યા છે. રોહિત શર્માએ પોતાની 152મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે. રોહિતે સૌથી ઓછા બોલ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ 4000 રન પૂરા કરવા માટે 2861 બોલ રમ્યા છે.

રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી. રોહિત શર્માએ આ મેચમાં 3 સિક્સર ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર પૂરી કરી લીધી છે. તે 600 સિક્સર મારનાર વિશ્વનો નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા કોઈ પણ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર ફટકારી શક્યો ન હતો. વળી, ક્રિસ ગેલ આ મામલે બીજા સ્થાને છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 553 સિક્સર ફટકારી છે. તેના પઠી ત્રીજા નંબરે પાકિસ્તાનનો ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી છે. જેણે 476 સિક્સર ફટકારી છે. જણાવી દઇએ કે, આ મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી અને ટીમને જીત અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆજ નું પંચાંગ (08/06/2024)
Next article18મો મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 15થી 21 જૂન, 2024 દરમિયાન યોજાશે