જોખમી જગ્યાઓ પર બાળકોને એકલા મૂકતા માતા-પિતા માટે ચેતવણી રુપ કિસ્સો
(જી.એન.એસ) તા. 7
સુરત,
સુરતમાં એક ખુબજ દુઃખદ ઘટના બનવા પામી હતી જેમાં ખટોદરા વિસ્તારમાં એક 12 વર્ષીય કિશોરનું લીફ્ટમાં માથું ફસાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાની મળતી માહિતી મુજબ મૂળ ઓડિશાના ગંજામનો વતની અને હાલ વેડ રોડ ખાતે રહેમતનગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનુ ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી પિતા પાસે સુરત આવ્યો હતો. તેમજ બે દિવસ પહેલા રાકેશ, ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતી પોતાના સંબંધીના ઘરે આવ્યો હતો. સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7માં માળે જઈ રહ્યો હતો. ત્યારે વચ્ચે લિફ્ટમાં તેનુ માથું ફસાઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ હ્ર્દયદ્રાવક ઘટના બાદ એટલું સ્પષ્ટ રીતે સમજવાની જરું છે કે બાળકોને ક્યારે પણ લીફ્ટમાં અથવાતો જોખમી જગ્યા પર માતા-પિતા એ બાળકોને એકલા ના મૂકવા જોઈએ જેથી કરીને કોઈ પણ દુર્ઘટના ના ઘટે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.