Home મધ્ય ગુજરાત અમદાવાદ ચોરી કરનાર બે આરોપીની ધરપકડ, 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં...

ચોરી કરનાર બે આરોપીની ધરપકડ, 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

23
0

(જી.એન.એસ) તા. 06

અમદાવાદ,

થોડા દિવસ અગાઉ અમદાવાદ ના નારણપુરા વિસ્તારમાં એક મોટી ચોરીનો બનાવ બન્યો હતો જેની તપાસ કરતાં આ ઘટના નો બેડ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસે ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે.જ્યારે વધુ એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

નારણપુરા વિસ્તારમાં આવેલા ડી કે પટેલ હોલની બાજુમાં ફ્રેન્ડ કોલોનીના એક મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો હતો.ફ્રેન્ડ્સ કોલોનીના મકાન નંબર 14માં પાછળના રૂમની લાકડાની બારી અને લોખંડની ગ્રીલ તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. ઘરમાં રહેલી તિજોરી અને કબાટમાંથી સોનાના દાગીના, ચાંદીના વાસણો, ચાંદીના સિક્કા અને રોકડ રૂપિયા સહિત કુલ 25 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદને આધારે ઝોન વન એલસીબી અને નારણપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ અમદાવાદ શહેરની અલગ અલગ જગ્યા ઉપર ચોરીઓને અંજામ આપી ચૂક્યા છે. તેમના વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સરખેજ, કાલુપુર, એલિસબ્રિજ, કાગડાપીઠ, સેટેલાઈટ, દાણીલીમડા, કારંજ, નવરંગપુરા, મણીનગર, નારણપુરા સહિતના વિસ્તારોમાં ચોરીને અંજામ આપવા મામલે 43 જેટલી ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે. બે વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે.હાલ તો પોલીસે બે રીઢા ચોરની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.પોલીસ તપાસ કરી રહી છે કે ચોરીને અંજામ આપવામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ અથવા તો આ ત્રણેય આરોપીઓએ વધુ કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનામાં ચોરીની ફરિયાદને આધારે પોલીસે બે રીઢા ચોરની ધરપકડ કરી છે. પોલીસે વિજય ઉર્ફે સંદીપ મકવાણા અને ચતુરસિંહ ઉર્ફે સંજયની ધરપકડ કરી છે.જો કે ચોરીને અંજામ આપવામાં વધુ એક ફરાર આરોપીને શોધખોળ પણ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે વિજય ઉર્ફે સંદીપ ચોરીને અંજામ આપનાર મુખ્ય વ્યક્તિ છે અને બંને આરોપીઓ અગાઉ બોપલની એક કંપનીમાં નોકરી દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. આરોપી ચતુરસિંહ સિક્યુરિટી તરીકે કામ કરતો હતો અને તેણે વિજયને ચોરી કરવા માટે કોઈ તક મળે તો જાણ કરવા માટે જણાવ્યું હતું. જેથી ચતુરસિંહની ટિપના આધારે અન્ય બે આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી 16 લાખ જેટલી રકમનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકૂચબિહારમાં બીજેપીના એક નેતાની મારપીટ કરવામાં આવી અને નાદિયામાં ટીએમસી નેતાના ઘરે દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા 
Next articleપેરોલ પર 9 વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડતી સુરત ક્રાઇમ બ્રાન્ચ