Home ગુજરાત જસદણ હાઇવે પર માર્ગ અકસ્માતમાં ખાંડાધારના પૂર્વ સરપંચના પુત્રનું કરુણ મોત

જસદણ હાઇવે પર માર્ગ અકસ્માતમાં ખાંડાધારના પૂર્વ સરપંચના પુત્રનું કરુણ મોત

28
0

(જી.એન.એસ) તા. 6

ગોંડલ,

ગોંડલ જસદણ હાઇવે પર દિવસે ને દિવસે ગંભીર અકસ્માતો ની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગુરુવારે એક આઇસર અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામના પૂર્વ સરપંચના પુત્રનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતક યુવક વહેલી સવારે ખાંડાધારથી ખારચિયા ગામે સુરપુરાના દર્શન કરવા જતો હતો. ગોંડલ તાલુકાના ખાંડાધાર ગામનો યુવક વહેલી સવારે પોતાના ઘરેથી ખારચિયા ગામે સુરાપુરાના દર્શન કરવા જતો હતો. ત્યારે ગોંડલ જસદણ હાઇવે પર આવેલ રામોદ અને નાના માંડવા વચ્ચે ટાટા (407) અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અલ્ટો કાર ટોટલ લોશ થઈ જવા પામી હતી અને ટાટા (407) પલ્ટી મારી જવા પામ્યું હતું. અકસ્માત ની સમગ્ર ઘટના ને લઈને ગોંડલની 108 એમ્બ્યુલન્સ પાયલોટ પ્રતાપ ભાઈ અને ઈએમટી કાનજીભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. કાર ચાલક હાર્દિક આસોદરિયાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ માર્ગ અકસ્માતની સમગ્ર ઘટના ની તપાસ કોટડા સાંગાણી પોલીસે હાથ ધરી હતી. ગોંડલ તાલુકાના ખાંડાધાર ના પૂર્વ સરપંચ ચંદુભાઈ આસોદરિયા ના એક ના એક પુત્ર હાર્દિક ચંદુભાઈ આસોદરિયા ઉ.વ.28 નું અકસ્માત માં મોત નીપજ્યું હતું. મૃતક સંદીપ બી.કોમ સુધી નો અભ્યાસ કરેલ છે. પરિવાર માં માતા પિતા અને ચાર બહેનો માં સૌથી નાનો હતો. અકસ્માત ની જાણ ગ્રામજનો, સગા સ્નેહીને થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે, અત્યારે યુવકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયેલો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article3.0 મોદી સરકાર; કોણ બની શકે છે પીએમ મોદી ની કેબિનેટમાં મંત્રી
Next articleતાપમાન વધવાની સાથે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગરમીના મહિનાઓ દરમિયાન હીટવેવની તૈયારીઓ અને હોસ્પિટલમાં લાગેલી આગને રોકવા માટેના પગલાં અંગે રાજ્યો સાથે સમીક્ષા બેઠક યોજી