(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.24
ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે 3 બેઠકો ગુમાવી છે. જેમાં મોટા ઉપાડે ભાજપામાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે. કાંગ્રેસને 3 બેઠકો મળી છે. ભૂતકાળમાં કેશુભાઇ પટેલ મુક્યમંત્રી હતા ત્યારે અમદાવાદની સાબરમતી બેઠક પેટા ચૂંટણીમાં ભાજપ હારી જતાં તેમનું રાજીનામુ લઇ લેવાયું હતું. જ્યારે હાલના મઉક્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપે 3 મહત્વની બેઠકો ગુમાવી છે અને કોંગ્રેસમાંથી હવે કોઇ ભાજપમાં આવવા તૈયાર ના થાય તેવું રાજકીય વાતાવરણ બનાવી નાખ્યું હોવા છતાં ભાજપમાં કોઇ માઇના લાલે રૂપાણીના રાજીનામાની માંગણી કરી નથી. જાણે કે એક જ પક્ષમાં બે અલગ અલગ માપદંડ હોય તેલું એક રાજકીય વિરોધાભાસી ચિત્ર ઉપસી રહ્યું છે.
1995માં બાબુ જમના પટેલ સાબરમતી બેઠક પરથી પેટા ચૂંટણીમાં હારી જતાં કેશુભાઇ નબળા છે અને ભાજપ હારી જશે…એવી બુમરાણ મચાવવામાં આવી હતી. અને કેશુભાઇનું રાજીનામુ લઇ લેવાયું હતુ. આ વખતે ભાજપે એક નહીં 3 બેઠકો ગુમાવી છે. જેમાં કોંગ્રેસમાંથી રૂપાણીના વિશ્વાસે ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને રૂપાણી સંભાળી શક્યા નથી અને આ બન્ને ભાવિ મંત્રીઓ હારી ગયા છે. અલ્પેશ અને ઝાલાની હાર બાદ હવે ભાજપમાં કોંગ્રેસમાંથી આવવા માટે કોણ તૈયાર થશે..? અને કેશુભાઇની જેમ રૂપાણીનું પણ ભાજપ નબળી પડી ગઇ…હોવાનું કહીને તેમનું રાજીનામું લઇ લેવામાં આવશે કે પછી હોતી હૈ….ચલતી હૈ…ની જેમ રૂપાણીને માફ કરી દેવામાં આવશે…?
રાજકીય સૂત્રો કહે છે કે ભાજપ માટે કોંગ્રેસના બળવાખોરનો પરાજય રાજકિય રીતે કોંગ્રેસ માટે સારા સમાચાર પરંતુ ભાજપ સંગઠન માટે માઠા સમાચાર કહી શકાય. કેમ કે હવે રૂપાણીના વિશ્વાસે ભાજપમાં જોડાવવા માટે કોણ આવશે…? રૂપાણીએ પેટા ચૂંટણીમાં 3 બેઠકો ગુમાવીને ભાજપને રાતા પાણીએ નવડાવવાનું કામ કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.