Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો

24
0

(જી.એન.એસ) તા. ૫

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો છે. શ્રી મોદીએ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં પીપળાનું વૃક્ષ વાવ્યું હતું. તેમણે તમામ લોકોને આપણી પૃથ્વીને ઉત્કૃષ્ટ બનાવવામાં યોગદાન આપવા માટેનો આગ્રહ કર્યો અને જણાવ્યું કે છેલ્લા એક દશકામાં ભારતે અસંખ્ય સામૂહિક પ્રયાસો હાથ ધર્યા છે જેના કારણે સમગ્ર દેશમાં વન ક્ષેત્રમાં વધારો થયો છે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે આ સતત વિકાસ તરફની અમારા પ્રયાસો માટે આ ઘણું જ યોગ્ય છે.  

પ્રધાનમંત્રીએ X પર એક થ્રેડ પોસ્ટ કરી;

“આજે, વિશ્વ પર્યાવરણ દિવસ પર, #એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવામાં મને આનંદ થાય છે. હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં દરેકને તમારી માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવનારા દિવસોમાં એક વૃક્ષ વાવવાનું આહ્વાન કરું છું. #Plant4Mother અથવા #એક પેડ મા કે નામનો ઉપયોગ કરીને તમે આવું કરતા હોય તેવો ફોટા શેર કરો.

“આજે સવારે, મેં પ્રકૃતિની સુરક્ષા અને યોગ્ય જીવનશૈલીની પસંદગી કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ એક વૃક્ષ વાવ્યું. હું તમને બધાને આગ્રહ કરું છું કે આપણી પૃથ્વીને વધુ સારી બનાવવામાં યોગદાન આપો. #Plant4Mother #એક પેડ મા કે નામ.”

“તમને બધાને તે જાણીને આનંદ થશે કે છેલ્લા એક દશકામાં ભારતે અસંખ્ય સામૂહિક પ્રયાસો હાથ ધર્યા છે જેના કારણે સમગ્ર દેશમાં વન વિસ્તારમાં વધારો થયો છે. આ સતત વિકાસ તરફના અમારા પ્રયાસો માટે ઘણું જ સારું છે. તે પણ પ્રશંસનીય છે કે સ્થાનિક સમુદાયો આ પ્રસંગે આગળ આવીને તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે.”

“આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર, મને #એક પેડ મા કે નામ શરૂ કરવામાં ખૂબ જ આનંદ થાય છે. હું દેશવાસીઓ અને સમગ્ર વિશ્વના લોકોને આગ્રહ કરું છું કે તેઓ તેમની માતા સાથે અથવા તેમના નામ પર એક વૃક્ષ જરૂરથી વાવે. આ તમારા તરફથી તેમના માટે એક અમૂલ્ય ભેટ હશે. તમારે આને લગતી તસવીર #Plant4Mother, #એક પેડ મા કે નામ સાથે જરૂરથી શેર કરો.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચૂંટણી ૨૦૨૪ નોટામાં પડેલા મતો બાદ લાગે છે કે લોકોમાં આવી છે અલગ જ જાગૃતિ
Next article18મી લોકસભા ચુંટણીનું પરિણામ ભાજપ માટે થોડું આઘાતજનક રહ્યું, ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી માટે ફાયદાકારક