2013માં નોટા ચૂંટણીનો ભાગ બન્યો હતો
(જી.એન.એસ) તા. ૫
નવી દિલ્હી,
લોકસભા ચૂંટણી 2024ના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે પરંતુ સાથે એક વાતે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. તે છે આ વખતે ચૂંટણીમાં નોટાનો ઉપયોગ વધારે થયો છે. આંકડાઓ અનુસાર આ વખતે ચૂંટણીમાં દરેક 100માં વ્યક્તિએ નોટાનું બટન દબાવ્યું છે. અંદાજે 6 લાખ 78 હજાર લોકોએ નોટાનો ઉપયોગ કર્યો છે.ઈન્દોર તેનું ઉદાહરણ બન્યું જ્યાં લગભગ 2 લાખ 18 હજાર લોકોએ નોટા બટન દબાવ્યું છે.
ડિસેમ્બર 2013ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો એટલે કે ઇવીએમમાં નોટા એટલે કે ઉપરોક્તમાંથી એક પણ નહીંનો વિકલ્પ પૂરો પાડ્યો હતો.આ એવા મતદારો માટે છે જેઓ કોઈપણ પક્ષના ઉમેદવારથી ખુશ નથી પરંતુ પોતાનો મત આપવા માંગે છે. નોટા બટન દબાવવાનો મતલબ એ છે કે મતદાતા ચૂંટણી લડે તે કોઈપણ ઉમેદવારને પસંદ કરતા નથી. ઘણા લોકો નોટા ને નેગેટિવ મત માને છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના અહેવાલ મુજબ, 2013માં નોટા ને ચૂંટણીનો ભાગ બનાવ્યા બાદ 2014ની ચૂંટણીમાં નોટા ને 1.08 ટકા એટલે કે 60,00197 મત મળ્યા હતા અને 20975ની લોકસભા ચૂંટણીમાં 1.06 ટકા એટલે કે 65,000 મતો મળ્યા હતા.
નોટા પર સૌથી ઓછા મત આપનાર દેશના ટોપ-10 રાજ્યોમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશ,જમ્મુકાશ્મીર, નાગાલેન્ડ,લક્ષદ્રીપ, હરિયાણા, તેલગંણા, પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ રાજ્યા છે. દિલ્હીમાં ભલે મતદાન ઓછું થયું પરંતુ અહિના લોકોએ નોટા મત આપવાનો ઉત્સાહ દેખાડ્યો નહિ.દેશભરમાં લોકસભા ચૂંટણી-2024માં પોતાનું નસીબ અજમાવનાર ભાજપ અને કોંગ્રેસ સહિત 53 રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોમાંથી 38 પક્ષો એવા હતા જેમને નોટા કરતા ઓછા મત મળ્યા છે.
નોટા પર સૌથી વધારે મત આપનાર દેશના ટોપ-10 રાજ્યોમાં ગોવા, ઝારખંડ, બિહાર, દાદરા નગર હવેલી, ગુજરાત, મધ્યપ્રદેશ, ત્રિપુરા, ઓડિશા, અસમ, અને આંઘ્ર પ્રદેશ છે. જ્યાં મતદારોએ કોઈ પણ પાર્ટીના ઉમેદવારને મત આપવાનું યોગ્ય સમજ્યું ન હતુ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.