Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ 18મી લોકસભા ચુંટણીનું પરિણામ ભાજપ માટે થોડું આઘાતજનક રહ્યું, ત્યારે કોંગ્રેસ અને...

18મી લોકસભા ચુંટણીનું પરિણામ ભાજપ માટે થોડું આઘાતજનક રહ્યું, ત્યારે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી માટે ફાયદાકારક  

26
0

(જી.એન.એસ) તા. ૫

નવી દિલ્હી/લખનૌ,

દેશમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ એટલે કે, 18મી લોકસભા ચૂંટણીમાં એનડીએ ને 291 અને ઇન્ડી ગઠબંધનને 234 બેઠકો મળી હતી. ઉત્તર પ્રદેશના વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયને 1.52 લાખ મતોથી હરાવ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પરથી જીત મેળવી છે. બંને જગ્યાએ તેમને ૪ લાખથી વધુ વોટ મળ્યા છે. 50માંથી 19 કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણીમાં હારી ગયા છે. અમેઠીથી ભાજપના સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના કિશોરી લાલ શર્માએ 1.67 લાખ મતોથી હરાવ્યા હતા. આ સિવાય તિરુવનંતપુરમથી શશિ થરૂરે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને 16 હજાર મતોથી હરાવ્યા છે.

રાજ્સ્થાનના બાડમેરથી ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીને હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રામ બેનીવાલે તેમને 417943 લાખ મતોથી હરાવ્યા હતા. તેઓ આ સીટ પર ત્રીજા ક્રમે રહ્યા હતા. અપક્ષ રવિન્દ્ર ભાટી 586500 મત મેળવીને બીજા ક્રમે રહ્યા. બિહારના આરાથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આર કે સિંહને પણ હાર મળી છે. સીપીઆઈ(એમ) ના સુદામા પ્રસાદે તેને 59808થી પણ વધારે મતોથી હરાવ્યા છે. સુદામા પ્રસાદને 5 લાખથી વધારે મત મળ્યા છે જ્યારે આર કે સિંહને 469574 લાખ મત મળ્યા છે. બંગાળના કૂચ બિહારથી ટીએમસીના જગદીશ ચંદ્ર વસુનિયાએ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રામાણિકને 39250 મતોથી હરાવ્યા છે. વસુનિયાને 788375 લાખ અને પ્રામાણિકને 749125 લાખ મત મળ્યા હતા. ઝારખંડના ખૂંટીથી ભાજના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના કાલી ચરણ મુંડા 149675 લાખ મતના અંતરથી ચૂંટણી જીતી ગયા છે. અર્જુન મુડા 361972 લાખ મત સાથે બીજા સ્થાન પર રહ્યા છે. કેરળના તિરુવનંતપુરમથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ચૂંટણી હારી ગયા છે. તેમણે કોંગ્રેસના શશિ થરુરુને 16077 હજાર વોટથી હાર આપી છે. થરુરુને 358155 લાખ મત મળ્યા જ્યારે ચંદ્રશેખર 342078 લાખ મતથી બીજા સ્થાન પર રહ્યા હતા. યુપીના જાલૌનથી ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી ભાનુ પ્રતાપ સિંહ 53898 હજાર મતના અંતરથી ચૂંટણી હારી ગયા છે. અહિ સપાના નારાયણ દાસ અહિરવારે જીત મેળવી છે. અહિરવારને 5301180 મત મળ્યા છે, જ્યારે 476282 મતથી બીજા સ્થાને રહ્યા છે. યુપીના મુઝફ્ફરનગરથી ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી સંજીવ કુમાર બાલિયાનને હારનો સામનો કરવો પડ્યો છે. સપાના હરેન્દ્ર સિંહ મલિકને 24672 હજાર મતથી હાર આપી છે. મલિકને 470721 લાખ મત મળ્યા છે. તો બાલિયાનને 446049 લાખ મત મળ્યા છે.

14માંથી 3 સેલિબ્રિટી ચૂંટણીમાં હારી છે. જ્યારે મંડી સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતનો વિજય થયો છે. યુપીની મેરઠ સીટ પરથી બીજેપી ઉમેદવાર અરુણ ગોવિલ જીત્યા છે. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ એમપીના વિદિશામાં 8.21 લાખ મતોથી જીત્યા છે. લખીમપુર ખેરીથી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીને સપાના ઉત્કર્ષ વર્માએ 34 હજાર મતોથી હરાવ્યા હતા. તેમના પુત્ર આશિષ ટેની પર વિરોધ કરી રહેલા ખેડૂતોને પોતાની કારથી કચડી નાખવાનો આરોપ છે. આ અકસ્માતમાં 8 ખેડૂતોના મોત થયા હતા. 13માંથી 5 પૂર્વ મુખ્યમંત્રીઓ હારી ગયા. જેમાં દિગ્વિજય સિંહ, ભૂપેશ બઘેલ, અર્જુન મુંડા, મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાનો સમાવેશ થાય છે.

પ્રતાપભાનુ શર્મા, દિગ્વિજયસિંહ, ભૂપેશ બઘેલ, દિવ્યાંશુ બુદ્ધિરાજા, લક્ષ્મી હેબ્બાલકર, આશિષ કુમારા સાહા, વેંકટરમણે ગૌડા, આનંદસ્વામી ગદ્દાદેવરામથ, સુબ્રત પાઠક, ઓમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી, કુશલ તિવારી, સુશીલ રિંકુ, વિક્રમાદિત્ય સિંહ, રાજબબ્બર,  વિનાયક રાઉત, સુરેશચંદ્ર કર્દમ, રમાકાંત ખલપ, વિનોદ આસુતી, આલોક કુમાર મેહતા, અજયમિશ્રા ટેની, અર્જુન મુંડા, દાનમ નાગેંદર, સાધ્વીનિરંજન, કૌશલ કિશોર, ડો.ભારતી પ્રવીણ પવાર, વિનોદકુમાર સિંહ, કપિલ પાટીલ, વિશ્વજીત દાસ અને મહેન્દ્રપ્રતાપ સિંહ જેવા દિગ્ગજોની હાર મળવી એક આશ્ચર્યજનક બાબત કહેવાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો
Next articleસેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતે ‘શોધ ચક્ર’  ઇન્ફલીબનેટ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા