એનડીએની બનશે કેન્દ્રમાં સરકાર
(જી.એન.એસ) તા. 5
નવી દિલ્હી,
18 મી લોકસભા ચુંટણીના પરિણામો આવી ગયા છે, ત્યાર બાદ બુધવારે નવી દિલ્હી ના 7 લોક કલ્યાણ માર્ગ ખાતે યોજાએલી એનડીએ ની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ એનડીએને પોતાના સમર્થન પત્ર આપી દીધો છે. તેમનું સમર્થન મળતા અત્યારે જેડીયુને 12 અને ટીડીપીને 16 બેઠકો મળીને એનડીએ પાસે 320 બેઠકો થઈ ગઈ છે. નોંધનીય છે કે, એનડીએમાં અપક્ષ સાંસદો પણ જોડાઈ શકે તેવી સંભાવનાઓ વતર્તાઈ રહી છે. જેથી અત્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થન સાથેની સરકાર બનાવશે. લોકસભા ચુંટણીનું જે પરિમામ જાહેર થયું તેમાં કોઈ પણ પાર્ટીને સ્પસ્ટ બહુમતી નથી. વિગતે વાત કરવામાં આવે તો એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. તો સામે પક્ષે ઇન્ડિયા ગઠબંધનને 235 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં અત્યારે દરેકની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ પર ટકેલી છે. કારણ કે, તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યા છે અને સારી એવી બેઠકો પર જીત મેળવી છે. જેડીયુને 12 અને ટીડીપીને 16 બેઠકો મળી છે. મળીને કુલ 28 બેઠકો છે, જે વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે સરકાર બનાવશે. નોંધનીય છે કે, આ પહેલા 17 મી લોકસભા ચૂંટણીમાં બીજેપીને સ્પષ્ટ બહુમતી મળી હતી, જો કે, 18 મી લોકસભા એટલે કે, 2024 ની ચૂંટણીમાં માત્ર 240 બેઠકો જ મળી છે.
2024 લોકસભા ચૂંટણીના અંતિમ પરિણામો | |||
NDA | 295 બેઠકો | ભાજપ | 240 બેઠકો |
INDI | 231 બેઠકો | કોંગ્રેસ | 99 બેઠકો |
અન્ય પાર્ટીઓને મળેલ બેઠકો | |||
પક્ષ | બેઠકો | પક્ષ | બેઠકો |
સમાજવાદી પાર્ટી | 37 બેઠકો | એલજેપી | 5 બેઠકો |
ટીએમસી | 29 બેઠકો | વાયએસઆરસીપી | 4 બેઠકો |
ડીએમકે | 22 બેઠકો | આરજેડી | 4 બેઠકો |
ટીડીપી | 16 બેઠકો | સીપીઆઈ (એમ) | 4 બેઠકો |
જેડીયુ | 12 બેઠકો | આઈયુએમએલ | 3 બેઠકો |
શિવસેના (યુબીટી) | 9 બેઠકો | આપ | 3 બેઠકો |
એનસીપી (શરદ પવાર) | 8 બેઠકો | જેએમએમ | 3 બેઠકો |
શિવસેના (શિંદે જૂથ) | 7 બેઠકો | અપક્ષ | 38 બેઠકો |
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.