Home અન્ય રાજ્ય જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રીક લગાવી

જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રીક લગાવી

31
0

(જી.એન.એસ) તા. 4

જામનગર,

ગુજરાતની હાઇપ્રોફાઇલ સીટ ગણાતી જામનગર બેઠક પર પૂનમ માડમે જીતની હેટ્રિક લગાવી છે તમને જણાવી દઈએ કે પૂનમ માડમને 6,17,804 મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવીયાને 3,80,854 મતો મળ્યા છે. આ સાથે પૂનમ માડમને 2,36, 990 મતોની લીડ મળી છે. ભાજપે જ્યારે તેમના ઉમેદવારોની યાદી બહાર પાડી તેમાં ગુજરાતના 15 ઉમેદવારો હતા અને જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમનું નામ પણ હતું. સતત ત્રીજી ટર્મ માટે ભાજપે પૂનમ માડમની લોકસભાની ઉમેદવારી માટે પસંદગી કરી. જાણકારો કહે છે કે ‘પર્ફૉર્મન્સ, લોકસંપર્ક અને વોટબૅન્ક પર પકડ’ આ ત્રણ કારણોસર ભાજપે ફરી તેમને તક આપી છે. કેટલાક જાણકારો એમ પણ કહે છે કે કૉર્પોરેટ ગૃહો સાથેનો તેમનો ઘરોબો પણ વધુ એક કારણ છે તેમની પસંદગી થવાનું.

ક્ષત્રિય આંદોલનની અસર જામનગરમાં પણ જોવા મળી હતી તે બધાની આગળની નીકળી ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ભાજપે પૂનમ માંડમ પર ફરી એકવાર વિશ્વાસ મુકીને ટિકીટ આપી હતી ત્યારે આ વખતી જીતની હેટ્રિક નોંધાવતા ભાજપે ફરી જામનગર લોકસભા સીટ પોતાને નામ કરી છે. જામનગરની લોકસભા બેઠક પર અગાઉ પણ 2019 અને 2014માં પૂનમ માડમ લડી ચૂક્યા છે ત્યારે તે વખતના મતોની વાત કરીએ તો 2014માં પૂનમ માડમને 4,84,412 મતો મળ્યા હતા આ સાથે 2019માં 5,91,588 મતો મળ્યા હતા ત્યારે આ વખતે પણ જીતની હેટ્રીક લગાવતા પૂનમ માડમ 6,17,804 મતો સાથે ભગવો લહેરાવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોલિવૂડ એક્ટર વરુણ ધવનની પત્ની નતાશા પુત્રીને જન્મ આપ્યો 
Next articleકોંગ્રેસના સિનિયર નેતા અમિત ચવડાને હરાવીને મીતેશ પટેલ બન્યા વિજેતા