Home અન્ય રાજ્ય ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો

26
0

(જી.એન.એસ) તા. 4

નવસારી,

ગુજરાત ભાજપ પ્રમુખની સામે કોંગ્રેસે નૈષધ દેસાઇને મેદાને ઉતાર્યા હતા. નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે ભવ્ય જીત મેળવી છે. લોકસભા ચૂંટણી 2009 માં 47 ટકા મતદાન થયું હતુ.  2014 માં 66 ટકા મતદાન અને 2019માં 66 ટકા મતદાન નોંધાયું હતુંં. તો હવે આ વખતે 2024 માં 57.36 ટકા મતદાન નોંધાયું હતુ. છેલ્લી 2 ટર્મ કરતાં આ વર્ષે ઓછું મતદાન થયું હતું. તેમ છતાં પાટિલનો ભવ્ય વિજય થયો છે.

નવસારી લોકસભા બેઠક ભાજપનો ગઢ મનાય છે. છેલ્લી 3 ટર્મથી ભાજપનું જ શાસન રહ્યું છે. 2019માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે(ચંદ્રકાંત રઘુનાથ પાટીલ) નવસારીમાં ભવ્ય જીત મેળવી હતી અને દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા સાંસદ બન્યા હતા. હવે આ વખતે 2024 ની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સી આર પાટિલ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો. 2024ના પરિણામો મુજબ પાટીલને 1031065 મતો મળ્યા છે સાથે સૌથી વધુ મત મેળવનાર સાંસદ બન્યા છે. મહત્વનું છે તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

સી.આર. પાટીલે 76 હજારથી વધુ વોટના માર્જિનથી મોટી જીત મેળવી છે. વર્ષ 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સતત વધુ મતો મળ્યા છે.  2019ની ચૂંટણીમાં નવસારી ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર પાટીલે 6,89,688 મતોથી ભવ્ય જીત મેળવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનામી-અનામી દરેક લોકોનો હું આભાર માનું છું: સી આર પાટીલ
Next articleબોલિવૂડ એક્ટર વરુણ ધવનની પત્ની નતાશા પુત્રીને જન્મ આપ્યો