Home મનોરંજન - Entertainment મિસ્ટર બીસ્ટ નામની યુટ્યુબ ચેનલ ધરાવતા યુવાના થયા 270 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ

મિસ્ટર બીસ્ટ નામની યુટ્યુબ ચેનલ ધરાવતા યુવાના થયા 270 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ

102
0

26 વર્ષીય યુવાને યુટ્યુબ માં ટી-સીરીઝને ને પણ પાછળ છોડ્યું

 (જી.એન.એસ) તા. 3

 એક 26 વર્ષીય યુવાને પોતાની યુટ્યુબ સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં ભારતીય મ્યુઝિક કંપની ટી-સીરીઝને પાછળ છોડી દીધી છે. આ યુટ્યુબ ચેનલનું નામ છે મિસ્ટર બીસ્ટ , જે જીમી ડોનાલ્ડસન દ્વારા ચલાવવામાં આવે છે. તેના હવે 270 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ થયા છે, જ્યારે T-Seriesના 266 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.  મિસ્ટર બીસ્ટ ની ચેનલ પર તમને વિવિધ પ્રકારના કન્ટેન્ટ જોવા મળશે. આ ચેનલ પર ચેલેન્જ, ગિવ અવે, સ્ટંટ વગેરે જેવા વીડિયો જોઈ શકાય છે. મિસ્ટર બીસ્ટ એ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે 6 વર્ષ પછી તેણે આખરે પીયુ ડી પાય પર બદલો લીધો છે. આ પહેલા YouTube પર ટી-સિરીઝના સબસ્ક્રાઇબર્સ સૌથી વધુ હતા. ટી-સિરીઝ એક મ્યુઝિક કંપની છે અને આ ચેનલ પર તમને ઘણા મ્યુઝિક વીડિયો અને ફિલ્મના ટ્રેલર વગેરે જોવા મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાંઠાના વડગામમાં છેલ્લા પાંચ દિવસથી પાણી નો ત્રાસ
Next articleનિફ્ટી ફયુચર ૨૩૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!