(જી.એન.એસ) તા. 3
નવી દિલ્હી,
દેશની રાજધાનીમાં ફરી એક વાર ટ્રેનમાં આગની ઘટના, દિલ્હીના સરિતા વિહાર પોલીસ સ્ટેશન નજીક તાજ એક્સપ્રેસ રેલ્વેના 4 ડબ્બામાં આગ લાગવાની ઘટના બની હતી જો કે ટ્રેનમાં બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળેલ છે. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેવાના ખૂબ મહેનત કરું હતી બાદ માં આગ કાબુમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. ગરમીના કારણે આગના બનાવો વધતા જઈ રહ્યાં છે. પરિણામે જાનહાનિ થવા પામે છે, ત્યારે દિલ્હીમાં આજે સાંજે 4.41 વાગ્યે તુઘલકાબાદ-ઓખલા વચ્ચે તાજ એક્સપ્રેસની બે બોગીમાં આગ લાગી હતી. ડીસીપી રેલ્વેના જણાવ્યા પ્રમાણે, ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કોઈ જાનહાનિ થવા પામી નથી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આઘ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.