(જી.એન.એસ) તા. 3
સાબરકાંઠા,
કૃષિ વિભાગ આવ્યું એકશનમાં, ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ કે નબળી ગુણવત્તાની આશંકાએ ગત સપ્તાહ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી.
કૃષિ વિભાગની પેઢીઓમાં તપાસ દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અટકાવી દઈને પ્રતિબંધ પણ મૂક્યો છે. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતમાં આશરે 362 જેટલી પેઢીઓમાં તપાસ કરી હતી અને 366 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 269 પેઢીઓમાં ક્ષતિઓ નજર આવતા નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.