Home સૌરાષ્ટ્ર રાજકોટ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: આરએમસીના 4 અધિકારીઓના 12 જુન સુધી રિમાન્ડ મંજૂર

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: આરએમસીના 4 અધિકારીઓના 12 જુન સુધી રિમાન્ડ મંજૂર

25
0

(જી.એન.એસ) તા. 31

રાજકોટ,

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં તપાસ નો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા (આરએમસી)ના ટાઉન પ્લાનીંગ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારીઓના 12 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપીઓ મુકેશ મકવાણા, એટીપીઓ ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા.

રાજકોટ અગ્નિકાંડ મામલે ચારેય અધિકારીઓની ધરપકડ બાદ એસીબી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ધરપકડ કરાયેલા અધિકારીઓની ઓફિસો અને નિવાસ સ્થાને એસીબી ત્રાટક્યું હતું. પૂર્વ ટીપીઓ એમ.ડી. સાગઠીયાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. સાથે જ રોહિત વિગોરાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે, ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે તપાસ શરૂ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા પૂર્વ ટીપીઓ સાગઠિયાને આ બાંધકામ ગેરકાયદેસર છે તે ખ્યાલ હતો. આ ઉપરાંત તેની નીચે આવતા બે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા અને ગૌતમ જોષી પણ ગેરકાયદે બાંધકામ વિશે જાણતા હતાં. કદાચ ટીપીઓ સાગઠિયાની સૂચનાના કારણે તે બન્ને ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે કોઇ કાર્યવાહી કરી શકયા નહીં હોય. આવી જ રીતે કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ઓફિસર રોહિત વિગોરાએ આ ગેમ ઝોનમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં આગ લાગી હતી ત્યારે આગ બૂઝાવવા માટેની કામગીરી કરી હતી પરંતુ તેમને આ ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે કે કેમ તે જોવાની જરા પણ દરકાર લીધી ન હતી. આ બધુ કૌભાંડ નોટોના વજનથી ભ્રષ્ટ્ર સરકારી બાબુઓએ ચાલવા દીધું હતું કે, પછી કોઇની શેહ શરમના કારણે આખં આડા કાન કરતા હતાં ? તેવા પણ સવાલો ઉઠયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleતમામ શ્રેણીના રેશનકાર્ડ ધારકોએ રેશનકાર્ડને એક્ટિવ રાખવા તથા રેશનકાર્ડ સાથે જોડાયેલી યોજનાઓનો  લાભ મેળવવા પ્રમાણિકરણ કરાવવુ ફરજિયાત
Next articleલોકસભા ચૂંટણી 2024 દરમિયાન આયકર વિભાગે 1100 કરોડની રોકડ,ઝવેરાત જપ્ત કરી