Home અન્ય રાજ્ય લોકસભા ચૂંટણી 2024: આજે સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન થશે

લોકસભા ચૂંટણી 2024: આજે સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન થશે

30
0

(જી.એન.એસ) તા. 31

નવી દિલ્હી,

લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે (આજે) શનિવાર, 1 જૂનના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આપને જણાવી દઈએ કે, આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 લોકસભા સીટો પર મતદાન થશે. કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે તેથી આજે સાંજે 6 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં દિગ્ગજ નેતાઓ વચ્ચે જબરદસ્ત રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે.

 ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય વિસ્તારોમાં ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. માહિતી અનુસાર, આ તબક્કામાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 13400, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવારો મેદાનમાં છે.

વડા પ્રધાન મોદીએ દેશમાં ચૂંટણીની જાહેરાત પછી આશરે 75 દિવસોમાં 200થી વધુ ચૂંટણી સભાઓ કરી હતી. તેમણે દેશ-વિદેશના મિડિયા હાઉસોને 80 ઇન્ટવ્યુ આપ્યા હતા. તેમને મોટા ભાગના રાજ્યોમાં રોડ-શો કર્યા હતા. તેમણે સૌથી વધુ 22 જનસભાઓ અને કુલ 31 ચૂંટણી કાર્યક્રમ માત્ર ઉત્તર પ્રદેશમાં કર્યા હતા. સાતમા તબક્કામાં અન્ય દિગ્ગજ ઉમેદવારોમાં જોઈએ તો ગોરખપુરથી રવિ કિશન, હમીરપુરથી અનુરાગ ઠાકુર, ડાયમંડ હાર્બરથી ટીએમસીના અભિષેક બેનરજી, ભોજપુરી કલાકાર પવન સિંહ અને કેન્દ્રીય મંત્રીઓની કિસ્મતનો નિર્ણય ઈવીએમમાં કેદ થશે.

  
ઉત્તર પ્રદેશ:-વારાણસી, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, ઘોસી, બલિયા, સલેમપુર, ચંદૌલી, મિર્ઝાપુર, રોબર્ટસગંજ, બસગાંવ, ગાઝીપુર
પંજાબ:-ગુરદાસપુર, અમૃતસર, ખદુર સાહિબ, જલંધર, હોશિયારપુર, આનંદપુર સાહિબ, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોઝપુર, ભટિંડા, સંગરુર, પટિયાલા
બિહાર:-બક્સર, કરકટ, જહાનાબાદ, નાલંદા, પટના સાહિબ, પાટલીપુત્ર, સાસારામ
પશ્ચિમ બંગાળ:-બસીરહાટ, ડાયમંડ હાર્બર, દમ દમ, જયનગર, જાદવપુર, કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, મથુરાપુર
ચંડીગઢ:-ચંડીગઢ
હિમાચલ પ્રદેશ:-મંડી, શિમલા, કાંગડા, હમીરપુર
ઓડિશા:-બાલાસોર, ભદ્રક, જાજપુર, જગતસિંહપુર, કેન્દ્રપરા, મયુરભંજ
ઝારખંડ:-દુમકા, ગોડ્ડા, રાજમહેલ

લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કાના તથ્યો:-

સામાન્ય ચૂંટણી 2024ના તબક્કા-7 માટે 1 જૂન, 2024ના રોજ 57 સંસદીય મતવિસ્તારો (સામાન્ય- 41; એસટી- 03; એસસી -13) 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન યોજાશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને મતદાનનો સમય બંધ કરવાનો સમય સંસદીય ક્ષેત્ર મુજબ અલગ-અલગ હોઈ શકે છે.

ઓડિશા વિધાનસભાની 42 વિધાનસભા મતવિસ્તારો (સામાન્ય- 27; એસટી=06; એસસી=09)ની પણ એક સાથે ચૂંટણી યોજાશે.

લગભગ 10.9 લાખ મતદાન અધિકારીઓ 1.09 લાખ મતદાન મથકો ઉપર 10.06 કરોડથી વધુ મતદારોનું સ્વાગત કરશે.

આશરે 10.06 કરોડથી વધુ મતદાતાઓ સામલે છે. જેમાં 5.24 કરોડ પુરુષ; 4.82 કરોડ મહિલા અને 3574 થર્ડ જેન્ડર મતદારો છે.

વૈકલ્પિક હોમ વોટિંગ સુવિધા 85+ અને પીડબ્લ્યુડી મતદાતાઓ માટે ઉપલબ્ધ છે.

મતદાન અને સુરક્ષા કર્મચારીઓને લાવવા-લઈ જવા માટે 13 વિશેષ ટ્રેન અને 8 હેલિકોપ્ટર સોર્ટિઝ (હિમાચલ પ્રદેશ માટે) ગોઠવવામાં આવ્યા છે.

172 નિરીક્ષકો (64 સામાન્ય નિરીક્ષકો, 32 પોલીસ નિરીક્ષકો, 76 ખર્ચ નિરીક્ષકો) મતદાનના થોડા દિવસો પહેલા જ તેમના મતવિસ્તારોમાં પહોંચી ગયા છે. તેઓ ખૂબ જ તકેદારી રાખવા માટે કમિશનની આંખો અને કાન તરીકે સેવા આપે છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં વિશેષ નિરીક્ષકો ગોઠવવામાં આવ્યા છે.

કુલ 2707 ફ્લાઇંગ સ્ક્વોડ્સ, 2799 સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સ, 1080 સર્વેલન્સ ટીમ્સ અને 560 વીડિયો જોવાની ટીમ મતદારોના કોઈપણ પ્રકારના પ્રલોભન સાથે કડક અને ઝડપથી વ્યવહાર કરવા માટે 24 કલાક દેખરેખ રાખી રહ્યા છે.

કુલ 201 આંતરરાષ્ટ્રીય બોર્ડર ચેક પોસ્ટ અને 906 આંતરરાજ્ય સરહદ તપાસ ચોકીઓ દારૂ, ડ્રગ્સ, રોકડ અને મફતના કોઈપણ ગેરકાયદેસર પ્રવાહ પર કડક નજર રાખી રહ્યા છે. સમુદ્ર અને હવાઈ માર્ગો પર કડક દેખરેખ રાખવામાં આવી છે.

વૃદ્ધો અને વિકલાંગો સહિત દરેક મતદાતા સરળતાથી મતદાન કરી શકે તે માટે પાણી, શેડ, શૌચાલય, રેમ્પ, સ્વયંસેવકો, વ્હીલચેર અને વીજળી જેવી લઘુતમ સુવિધાઓ ઉપલબ્ધ છે.

મતદાર માહિતી સ્લિપ તમામ નોંધાયેલા મતદારોને વહેંચવામાં આવી છે. આ સ્લિપ્સ સુવિધાના પગલા તરીકે અને કમિશન તરફથી આવવા અને મત આપવા માટેના આમંત્રણ તરીકે પણ સેવા આપે છે. પરંતુ મતદાન માટે આ જરૂરી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleપુણે પોર્શ ગાડી અકસ્માત કેસ: ક્રાઈમ બ્રાન્ચે સગીર આરોપીની માતાની પણ ધરપકડ કરી