અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓમાં વધારો
(જી.એન.એસ) તા. 31
ન્યૂયોર્ક,
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનલડ ટ્રમ્પને ન્યૂયોર્કની એક અદાલતે હશ મની કેસમાં તેમના પર લાગેલા તમામ 34 ગંભીર આરોપો માટે દોષી ઠેરવ્યા હતા. 11 જુલાઈએ તેમને સજા સંભળાવવામાં આવશે. આ નિર્ણય એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જેમને ગંભીર ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવ્યાનો મામલો 2016માં બહાર આવ્યો હતો. સૂત્રો મુજબ, ટ્રમ્પના આ પોર્ન સ્ટાર સાથે સંબંધ હતા અને તેને છુપાવવા માટે તેના પર સ્ટોર્મીને સરકારી વકીલે ટ્રમ્પ પર બિઝનેસ રેકોર્ડને ખોટા બનાવવા,1 લાખ 30 હજાર આપવાનો અને 2016ની ચૂંટણીની અખંડિતતાને નબળી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને 2024ના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા આપવા બદલ ન્યૂયોર્કના ફોજદારી ટ્રાયલ સાથે જોડાયેલા કેસમાં 34 ગુના માટે દોષિત ઠેરવ્યા છે. આ સર્વસંમત ચુકાદા સુધી પહોંચતા પહેલા 12 જ્યુરીઓએ બે દિવસ સુધી ચર્ચા કરી હતી એ બાદ આ નિર્ણય આપ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ એક મોટો ફટકો ગણી શકાય છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બિડેન વિરુદ્ધ તેમનું અભિયાન ચાલુ રાખ્યું છે. જ્યુરીના ચુકાદા બાદ, ટ્રમ્પે ટ્રાયલની સખત નિંદા કરી, તેને શરમજનક ગણાવી હતી.
કેસ વિશે વાત કરીએ તો રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે 2016ની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ડેનિયલ્સને $130,000 આપ્યા હતા અને તેની સાથે શારીરિક સંબંધો હતા. આ રકમ તેમને ચૂપ રહેવા માટે આપવામાં આવી હતી, જેથી તેમના ચૂંટણી પ્રચારને અસર ન થાય. આ નિર્ણય બાદ હવે બાયડને એમની પર નિશાન સાધ્યું છે. એક નિવેદન જારી કરીને કહ્યું કે ટ્રાયલ દર્શાવે છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. આ સિવાય એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે આપણી લોકશાહી માટે જે ખતરો ઉભો કર્યો છે તેનાથી મોટો ખતરો આજ સુધી ક્યારેય નહોતો.
આ ઘટનામાં પોર્ન સ્ટાર સ્ટોર્મીએ જ ખુલાસો કર્યો હતો કે ટ્રમ્પ અને તેનું 2006 માં અફેર હતું. પોર્ન સ્ટારે આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પે તેને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, ટ્રમ્પે આ વાતને નકારી કાઢી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.