(જી.એન.એસ) તા. 31
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં દર વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા પહેલા ધાર્મિક પ્રથા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે 7 જૂનના રોજ શહેરમાં જળયાત્રા યોજાશે. આ જળયાત્રાને લઈ મંદિર પ્રશાસન દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ પણ શહેરમાં રથયાત્રા પહેલા નીકળતી જળયાત્રાને લઈને અલર્ટ છે. સુરક્ષાને લઈને પોલીસ દ્વારા મંદિરની આસપાસની અને શહેરની તમામ હોટલોનું ચેકિંગ હાલ કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે રથયાત્રા પહેલા જળયાત્રાનું એક અનોખું મહત્વ છે. જળયાત્રામાં પ્રસિદ્ધ અને આદરણીય વ્યક્તિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે છે. કહી શકાય કે રથયાત્રાના પ્રથમ પડાવ જળયાત્રા છે. જળયાત્રામાં 108 જેટલા કળશ લઈ નદી કિનારે ભગવાનને બળદગાડામાં તૈયાર કરીને લઈ જવાય છે. ત્યારબાદ આ તમામ કળશમાં નદીનું જળભરવામાં આવે છે અને પછી આ જળની પૂજા કરાય છે. જેના બાદ નદીના જળ ભરેલ 108 કળશને મંદિરમાં ભગવાનના સન્મુખ લાવવામાં આવે છે. અને પછી જ ભગવાન જગન્નાથજીની જયેષ્ઠાભિષક વિધિનો પ્રારંભ કરાય છે. જેમાં શંખથી ભગવાન પર અભિષેક કરાય છે. કહી શકાય કે ગરમીમાં રાહત મેળવવા ભગવાન પર આ જળાભિષેક થાય છે.
હિંદુ કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની શુકલ પક્ષની દ્વિતિય તિથિ પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરમાં ભ્રમણ કરવા નીકળે છે. આ વર્ષે 7 જૂનના રોજ અમદાવાદમાં રથયાત્રા વાજતે-ગાજતે નગરમાં નીકળશે. આ ખાસ દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા કરવા નીકળે છે. અષાઢી બીજના દિવસે ભગવાન મંદિર છોડી ભક્તોને મળવા નીકળે છે. શહેરમાં નીકળતી સુપ્રસિદ્ધ રથયાત્રાની ઉજવણીમાં લાખો ભક્તો ભાગ લેતા હોય છે. આથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તમાં લાગી છે. શહેર પોલીસ રથયાત્રાને લઈને વ્યવસ્થા પર ધ્યાન આપી રહી છે. રથયાત્રાની સુરક્ષાને લઈને રાજ્ય પોલીસ દ્વારા રાજ્યની બોર્ડરો પર પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે જેથી કરીને કોઈ અનઇચ્છનિય બનાવ ના બને.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.