ભયંકર ગરમીમાં એર ઈન્ડિયા દ્વારા પેસેન્જરો સાથે જબરદસ્તી અને દાદાગીરીનો કિસ્સો
(જી.એન.એસ) તા. 31
નવી દિલ્હી,
આ વર્ષે ઉનાળાની ગરમી એ તો દેશમાં લોકોને ત્રાહિમામ કરી દીધા છે ત્યારે, દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને લઈને એક વ્યક્તિએ X પર પોસ્ટ કરીને કહ્યું કે એર ઈન્ડિયાના પ્લેનમાં ફસાયેલા લોકોને ઘરે જવા દેવા જોઈએ. ફ્લાઇટ એઆઈ 183 આઠ કલાકથી વધુ મોડી હતી. આ પછી પણ મુસાફરોને એસી વગર પ્લેનમાં ચઢવાની ફરજ પડી હતી. જ્યારે મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા ત્યારે તેમને દિલ્હીના એરપોર્ટ ટર્મિનલમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ભારે ગરમીના કારણે અનેક મુસાફરો બેહોશ થઇ ગયા હતા.
એર ઈન્ડિયાની ફ્લાઈટ 20 કલાક મોડી પડી હતી જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિમાન ગુરુવારે બપોરે રવાના થવાનું હતું. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે ફ્લાઇટ 8 કલાકના વિલંબથી ઉપડશે, પરંતુ બાદમાં આજે સવારે વિમાન 20 કલાકના વિલંબથી ઉપડ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર બનેલી ઘટનાને લઈને મુસાફરોએ નિરાશા અને અસંતોષ વ્યક્ત કર્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.