Home મધ્ય ગુજરાત અમદાવાદ રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી

રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી

22
0

(જી.એન.એસ) તા. 30

અમદાવાદ,

ક્રાઈમ બ્રાન્ચે વિવિધ હોટલ, ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યુ

ગુજરાતના અમદાવાદમાં આગામી સમયમાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા એક મહત્વનીની કવાયત હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે વિવિધ હોટલ, ગેસ્ટ હાઉસમાં ચેકિંગ હાથ ધર્યુ. રથયાત્રા પહેલા અને રથયાત્રા દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ શહેરમાં પ્રવેશે નહીં તે માટે પોલીસ સતર્ક થઈ છે. વિદેશી નાગરિકો રોકાણ કરે ત્યારે સી ફોર્મ ભરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. આ રથયાત્રા દરમ્યાન ઘટના ન બને તે માટે અગાઉ થી પોલીસ દ્વારા તૈયારી સાથે તમામ એજન્સીને એલર્ટ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો શહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા હોટલ માલિકોને રથયાત્રાને લઈ સૂચના આપી એલર્ટ કરવામાં આવ્યા છે. અને માલિકોને સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે કે જો કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તે જરૂરી છે. અમદાવાદના શહેરમાં નિકડનારી રથયાત્રા પોલીસ માટે ખાસ કરીને સૌથી મોટો પડકાર હોય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમ મોદીના આગમનને લઈને કન્યાકુમારીમાં વિવેકાનંદ શિલાની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાયો
Next article9 મે, 2023ની હિંસા સંબંધિત બે કેસમાં અપૂરતા પુરાવા હોવાના કારણે પાકિસ્તાની કોર્ટે ઇમરાન ખાનને નિર્દોષ જાહેર કર્યા