(જી.એન.એસ) તા. 30
અમદાવાદ,
ભારતીય માનક બ્યુરો અમદાવાદના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે 29 મે, 2024ના રોજ રાજસ્થાનના જાલોર, ભીનમાલ ખાતેના તાલબી રોડ પર સ્થિત મેસર્સ શ્રી ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ પર હાલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન મેસર્સ શ્રી ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઈઝમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન ચાલુ હતું અને ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના 102 બોક્સ, જેમાં અંદાજે 1530 બોટલો મળી આવી હતી. આ સાથે આઈએસઆઈ માર્કવાળા લેબલનું એક બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે.
આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિન્હ માટે (આઈએસઆઈ) લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુધ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમન 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000નો આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.
અપ્રમાણિક ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યૂરો સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરપયોગની જાણકારી હોય અથવા લાયસન્સ મેળવ્યા વગર ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ- 380014 પર અથવા ફોનનં 079-27540314 પર ફરિયાદ કરી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આ ઉપરાંત બીઆઈએસ કેર એપ પર પણ રજિસ્ટર કરાવી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.