Home ગુજરાત ગુજરાતમાં દારૂની મેગા ડ્રાઈવ માટે છારાનગર જ કેમ ટાર્ગેટ…? અન્ય અડ્ડાઓ પર...

ગુજરાતમાં દારૂની મેગા ડ્રાઈવ માટે છારાનગર જ કેમ ટાર્ગેટ…? અન્ય અડ્ડાઓ પર કેમ મેગા ડ્રાઈવ નહિ…?

673
0

(જી.એન.એસ. રવિંદ્ર ભદોરિય) તા. ૧૫/૧૦

ગુજરાતમાં હાલ દારૂ ઉપર દંગલ છેડાયું છે. ગુજરાતમાં દારૂ મળે છે તેની માહિતી રાજસ્થાનમાં બેઠેલા રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાત વાસીઓને આપી. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીને જાણ થઈ કે ગુજરાતમાં દારૂ વેચાય છે. તે પશ્ચાત ગુજરાતના મુખ્યમંત્રીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને માફી માંગવાનો કીધું હતું. ગુજરાતમાં પોતે દારૂ ઉપર ગુજરાતના DGP શિવાનંદ ઝાએ પણ જાહેરનામું બહાર પાડતા તેમાં માત્ર દારૂ પર અંકુશ લગાવાનો એક ઉલ્લેખ કર્યો છે. નહી કે દારૂ બંધ કરાવવા ઉપર..!

ગુજરાતમાં જ્યારે જ્યારે દારૂ ઉપર સંગ્રામ છેડાય તો સૌ પ્રથમ અમદાવાદનો છારાનગર ધ્યાને આવે છે. અને વારંવાર ગુજરાત પોલીસ પાટિયા પાસે આવેલ છારાનગરમાં દારૂની મેગા ડ્રાઈવ કરવા પહોંચી જાય છે. જ્યારે  અશોક યાદવ સાહેબે સેક્ટર-2 ઓફીસમાં આવી કાર્યભાર સંભાળ્યો ત્યારે પણ તેમને છારાનગરમાં મેગા ડ્રાઈવ કરી માત્ર ગેસ સિલિન્ડર, ચુલ્હા, અને ઘરવખરીનું સામાન કબ્જે કરેલ પરંતુ જેના માટે મેગા ડ્રાઈવ હતી એ દારૂ તો દૂર દૂર સુધી હાથ ન લાગી. મેગા ડ્રાઈવ કરવા માટે માત્ર પોલિસ છારાનગર એક જ કેમ દેખાય છે..? અમદાવાદમાં ઘણી જગ્યા દારૂનો વેપાર ચાલે છે તો પછી કેમ છારાનગર જ ધ્યાને આવે છે…? અમદાવાદના અલગ અલગ વિસ્તાર જેમ કે ગોમતીપુર, હીરાવાડી, રખિયાલ, મેઘાણીનગર આવી ઘણી બીજી જગ્યા દારૂની રેલમછેલ જોવા મળે છે તો પોલીસ માત્ર છારાનગરમા રેડ કરી શુ સાબિત કરવા માગે છે.?

ગાંધીના ગુજરાતમાં દારૂ…! આ વાક્ય રચના હવે જૂની થઈ હવે આ વાક્ય રચના લાગુ પડે છે કે બેસ્ટ વડાપ્રધાન મોદીના ગુજરાતમાં દારૂ…! કારણ કે ગુજરાતમા જો દારૂ ઉપર લગામ નહિ લાગે તો કેટલાય લોકોનું જીવન નષ્ટ થઈ જશે.અત્યારે મંદીનો માહોલ છે તે પછી જો દારૂ બંધ થાય તો પરિસ્થિતિ કેવી હશે તે કલ્પનાથી બહાર છે. દારૂ ઉપર દંગલ પર રાજકીય રોટલા શેકાઈ ગયા પરંતુ આ દારૂથી હજારો મહિલા વિધવા થઈ, હજારો દીકરીઓ,દીકરા અનાથ થયા. પરંતુ હજુ દારૂબંધી ઉપર કેમ નથી વિચારતા..? રાજસ્થાનમાં દારૂ ઉપર છૂટ છે છતાં ત્યાં કોઈ દિવસ લઠ્ઠા કાંડ જેવી પરિસ્થિતિ નથી ઉત્પન્ન થતી કારણ…?

છેલ્લા ત્રણથી ચાર વર્ષથી અલ્પેશ ઠાકોર પણ વ્યશન મુક્તિ અભિયાન લઈને લઈને નીકળ્યો પણ રાજનીતિનો પાણી લાગ્યો તો વ્યસન મુક્તિ અભિયાન બંધ કરી દીધો. દારૂ મુક્તિ માટે (વ્યસન મુક્તિ અભિયાન)એક વિશાળ સભા અમદાવાદના GMDC ગ્રાઉન્ડથી શરૂ કરી. ત્યારે હવે ભાજપનું દામન થામી હવે ગુજરાતમાં દારૂ નથી વેચાતી તેવા બયાન અલ્પેશ ઠાકોર આપી રહ્યા છે. હવે દારૂ જોવી હોય તો સરકારે મિસ્ટર ઇન્ડિયા બની દારૂની શોધ કરવી પડશે…?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછોકરો મર્યો પાછળ તમે મરો તોય સરકારને કોઇ ફેર પડતો નથી, ગાંધીગર કલેક્ટરનો ઉધ્ધત જ્વાબ
Next articleમાર્ગોનું પેચ વર્ક પૂર્ણ કરવા ગાંધીનગર કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ